Western Times News

Gujarati News

રાણોલ અને ભાકોદર શાળાના નવા મકાનના બાંધકામમાં ગેરરીતિની બૂમ

બાંધકામમાં લોખંડ હલકી કક્ષાનું વાપરવામાં આવ્યુ -નાળોદર પ્રાથમિક શાળાના મકાનમાં પણ તિરાડો પડવા લાગી

થરાદ, બનાસકાંઠા જીલ્લાના કેટલાૃંય તાલુકાઓની અંદર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સરકરી પ્રાથમિક શાળાઓના મકાનો બનાવવામાં આવીર હ્યા છે તેમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મીલીભગતના કારણે ભ્રષ્ટાચાર કરીને હલકી કક્ષાનુૃ અને ગુણવતા વિહિન મટીરીયલ્સ વાપરીને સરકારના રૂપિયાથી તેમના ખિસ્સાઓ ભરી રહ્યા છે.

દાંતીવાડા તાલુકાના રાણોલ અને ભાકોદર શાળાના નવીન બિલ્ડીંગના બાંધકામમાં મોટાપાયેે ગેરરીતિ થતી હોવાની રાવ સાથે ફરીયાદો ઉઠવા પામી છે.

રાણોલ અને ભાકોદર ગામના નવીન બિલ્ડીંગના બાંધકામની ગુણવત્તા જાળવવામાં આવતી નથી. શાળાના નવીન બિલ્ડીંગના બાંધકામમાં લોખંડ હલકી કક્ષાનું તેમજ સિમેન્ટની માત્રા પણ ઓછી વાપરીને મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બુમો ઉઠી રહી છે.

જેથી અત્યારથી જ નવીન બિલ્ડીંગના બાંધકામમાં વાપરવામાં આવલા લોખંડમાં કાટ લાગવાનું શરૂ થઈ ગયુ છે. રાણોલ ગામમાં નવીન બિલ્ડીંગના પાયામાં તો ભાકોદરમાં મટીરીયલમાં ગોલમાલ કરી ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે.

અગાઉ ડીડીઓ સહિતને બિલ્ડીંગના બાંધકામ મામલે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને સરહદી વિસ્તારની થરાદ, વાવ, અને સૂઈગામ તાલુકાઓમાં સર્વ શિક્ષણ અભિયાન અંતર્ગત બનાવેલ નવીન પ્રાથમિક શાળાના મકાનોની જર્જરીત હાલત થઈ રહી છે.

વાવ તાલુકાના નાળોદર પ્રાથમિક શાળાનું મકાન બનાવ્વયાને બે વર્ષ જેટલો સમય પણ થયો નથી ત્યાં તો મકાનમાં તિરાડો પડવાની શરૂ થઈ ગઈ છે. અને આ મકાનમાં વિદ્યાર્થીઓ જીવના જાેખમે અંદર બેસી અભ્યાસ કરી રહ્યા છે.

તો જે તે (બે)જવાબદારો સામે જીલ્લા વિકાસ અધિકારી લાલ આંખ કરી સરકારી નાણાંનો વ્યય કરી તેમના ખિસ્સા ભરેલ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે એવી બનાસકાંઠા જીલ્લાના લોકોની માંગ ઉઠવા પામી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.