Western Times News

Gujarati News

અકસ્માતના ક્લેઈમમાં ઈન્શોયરન્સ કંપનીએ ૯૪ લાખનું વળતર ચુકવવું પડ્યું

રાજપુર પાસે થયેલા અકસ્માતના ક્લેઈમમાં કંપની દ્વારા રૂા. ૯૪ લાખનું વળતર ચુકવાયુ-પાટણ જીલ્લાની અદાલતોમાં યોજાયેલી રાષ્ટ્રીય અદાલતોનું ડીસ્ટ્રીક્ટ જજ દ્વારા નિરીક્ષણ કરાયું

પાટણ, નેેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી નવીદિલ્હીના માર્ગદર્શન હેઠળ જીલ્લા મથક પાટણના ન્યાયમંદિર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.

આ લોક અદાલતમાં વિવિધ કેસોનો સુખદ સમાધાનની સાથે પાટણ નજીક રાજપુર પાસે એપ્રિલ-ર૦ર૧માં બનેલી અકસ્માતની ઘટનાના ઈન્સ્યુરન્સ કંપની દ્વારા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજની ઉપસ્થિતિમાંરૂા.૯૪ લાખની માતબર રકમનું સુખદ સમાધાન કરવામાં આવ્યુ હતુ. નેશનલ લીગર સર્વિસ ઓથોરીટી, નવીદિલ્હી દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોકઅદાલતનુૃં આયોોજન કરવામાં આવ્યુ હતુ.

જે અનુસંધાને ગુજરાત કાનૂની સેવા સતામંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જીલ્લાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. જે અંતર્ગત પાટણ ન્યાયમંદિર અને જીલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જીલ્લા મથક પાટણ સહિત તાલુકાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.

પાટણના ન્યાયાલય ખાતે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.એ.હિંગુ અને જીલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી અમ.આર.ઠક્કરની ઉપસ્થિતિ વચ્ચે પાટણના ન્યાયમંદિર ખાતે યોજાયેલ લોક અદાલતમાં પાટણ નજીક રાજપુર ગામ પાસે ગત તા.ર૮મી એપ્રિલ-ર૦ર૧ના રોજ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેેલા ગમખ્વાર અકસ્માતમાં બાબુભાઈ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યુ હતુ.

ત્યારે કારમાં સવાર સંગીતાબેનન તેમજ દિકરા હષેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે તેમના અકસ્માતના વળતરનો દાવો વકીલ કનૈયાલાલ શર્મા, કલ્પેશ શર્મા અને હાર્દિક શર્મા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.

જે અનુસંધાને ટાટા એેઆઈ જનરલ ઈન્સ્યુરન્સ કંપનીના વકીલ પરાગ શાહ દ્વારા કંપની તરફથી વકીલાત કરવામાં આવી હતી. ત્યારે આ લોક અદાલતમાં મૃતકના અરજદારોને ડીસ્ટ્રીકટ પ્રિન્સીપાલ જજ ડી.અ.હિંગુ કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ.આર.ઠક્કર સહિત અન્ય વકીલોની ઉપસ્થિતિમાં રૂા.૯૪ લાખની રકમથી સમાધાન કરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત આ લોક અદાલતમાં સિવિલ કેસ, ક્રિમીનલ કેસ, ભરણપોષણ, ઈન્સ્યુરન્સ ક્લેઈમ, ડોમેસ્ટીક વાયલન્સ બેંકના દાવાઓ, વીજ કંપનીને લગતા કેસો સહિતના વિવિધ કેસોની સુનાવણી અલગ અલગ કોર્ટમાં યોજાઈ હતી. જેમાં મહદ્દઅંશે તમામ કેસોનુૃ સુખદ સમાધાન કરવામાં આવ્યુ હતુ. તો પાટણના ન્યાયમંદિર ખાતે અલગ અલગ કોર્ટમાં યોજાયેલા કેસોની સુનાવણીનંુ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ અને કાનૂની સેવા સતામંડળના સેક્ટરીએ નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.