Western Times News

Gujarati News

રશિયા અને અમેરિકા વચ્ચે અંતરિક્ષમાં ટેન્શન ચાલી રહ્યું છે

વોશિંગ્ટન, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે ૨૦મો દિવસ છે. રશિયન સેના યુક્રેનમાં તબાહી મચાવી રહી છે. જમીનથી લઈને આકાશ સુધી હુમલા ચાલુ છે. ન તો પુતિન માનવા તૈયાર છે અને ન તો જેલેન્સ્કી નમવા તૈયાર છે.

આ યુદ્ધમાં બંને દેશને જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે અંતરિક્ષથી એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. એએફપીના જણાવ્યાં મુજબ નાસાએ કહ્યું છે કે બંને દેશોની લડાઈથી થયેલા ગ્લોબલ તણાવની અસર ઈન્ટરનેશનલ સ્પેસ એજન્સીના સંચાલન એટલે કે તેના કોઈ પણ ઓપરેશન પર પડ્યું નથી.

નાસાએ એ પણ સ્પષ્ટ કર્યું કે આ મહિનાના અંતમાં રશિયન કેપ્સ્યુલ પર સવાલ અમેરિકી અંતરિક્ષ યાત્રીની પહેલેથી નક્કી વાપસી પર કોઈ પ્રભાવ પડ્યો નથી. રશિયન સૈનિકોના હુમલાથી યુક્રેન બરબાદ થઈ રહ્યું છે. યુક્રેન પર કબજા માટે પુતિન આર્મી સતત શહેરોને નિશાન બનાવી રહી છે. ખારકીવ, કીવથી લઈને મારિયુપોલ જેવા શહેરો પર રશિયાના સૈનિકો એક સાથે ડ્રોનથી બોમ્બવર્ષા કરી રહ્યા છે.

શહેરની ઈમારતોની ચારેબાજુ હવાઈ હુમલા થઈ રહ્યા છે. આકાશમાં ચારેબાજુ કાળા ધૂમાડાના ગોટેગોટા નજરે ચડે છે. આમ છતાં ધરતીની જંગ હાલ સેટેલાઈટથી અંતરિક્ષમાંથી દેખાઈ તો રહી છે પરંતુ ત્યાં દુનિયાની બે મહાશક્તિ રશિયા અને અમેરિકા વચ્ચે હાલ કોઈ તણાવ ન હોવો એ કોઈ રાહતથી કમ નથી. વાત જાણે એમ છે કે નાસાના માર્ક વંદે હેઈ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં છે.

બે રશિયન અંતરિક્ષ યાત્રી પણ તેમની સાથે છે. આ બધાએ ૩૦ માર્ચના રોજ રશિયન સ્પેસક્રાફ્ટ સોયૂઝથી પાછા ફરવાનું છે. બ્રિટિશ મીડિયાના હવાલે આવેલા અહેવાલો મુજબ રશિયન સ્પેસ એજન્સી રોસકાસમોસના ચીફ દિમિત્રી રોગોજિને ધમકી આપી હતી કે તેઓ અમેરિકી અંતરિક્ષ યાત્રીને સ્પેસમાં જ છોડી દેશે. કે પછી ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનને જ ક્રેશ કરાવીને પૃથ્વી પર પડાવી દેશે.

આવું તેઓ અમેરિકાથી બદલો લેવા માટે કરી શકે છે. કારણ કે રશિયાના હુમલા વિરુદ્ધ અમેરિકા યુક્રેનનો સાથ આપી રહ્યું છે. અત્રે જણાવવાનું કે માર્ક ૩૫૫ દિવસની પરિક્રમા બાદ પાછા ફરશે. આ અગાઉ કોઈ પણ પશ્ચિમી અંતરિક્ષ યાત્રીએ સ્પેસમાં આટલો સમય વિતાવ્યો નથી.

પરંતુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સહયોગી રોગોજિને ટિ્‌વટર પર એક વીડિયો શેર કરીને હડકંપ મચાવી દીધો. તેમણે ધમકી આપી હતી કે માર્ક વંદે હેઈને તેઓ અંતરિક્ષમાં જ છોડી દેશે અને ૈંજીજી માંથી રશિયાના ભાગને તેઓ કાઢી લેશે. જેનાથી તે પૃથ્વી પર પડી જશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.