Western Times News

Latest News from Gujarat India

એપ્રેન્ટિસની નિમણૂક માટે ચેન્નાઈ અને અમદાવાદ મોખરે

પ્રતિકાત્મક

એપ્રેન્ટિસ માટે હવે ‘અચ્છે દિન’ – 72 ટકા કંપનીઓ વધારે એપ્રેન્ટિસની ભરતી કરવા આતુર

વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ચાલુ અર્ધવાર્ષિક ગાળામાં 8 ટકાનો વધારો

ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનાં ભારતનાં સૌથી મોટી ડિગ્રી એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ NETAP [નેશનલ એમ્પ્લોયેબિલિટી થ્રૂ એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામ]એ H1 (જાન્યુઆરીથી જૂન, 2022) માટે એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટની લેટેસ્ટ એડિશન પ્રસ્તુત કરી છે. આ રિપોર્ટમાં તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં તાલીમાર્થીઓની નિમણૂકના પ્રવાહોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ થયું છે,

જે દર્શાવે છે કે, 72 ટકા કંપનીઓ આ અર્ધવાર્ષિક ગાળામાં તેમની એપ્રેન્ટિસની નિમણૂકને વધારવા આતુર છે. નેટ એપ્રેન્ટિસશિપ આઉટલૂક (એનએઓ)માં ચાલુ અર્ધવાર્ષિક ગાળા માટે 56 ટકાનો વધારો થયો છે – જે અગાઉના અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં 11 ટકા વધારે છે.

તમામ ક્ષેત્રોમાં તાલીમાર્થીઓ માટે સકારાત્મક સેન્ટિમેન્ટ છે. આ રિપોર્ટમાં સર્વે થયેલા 18 ક્ષેત્રોમાંથી 10 ક્ષેત્રોની કંપનીઓએ વધારે તાલીમાર્થીઓની નિમણૂક કરવા સકારાત્મક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. એન્જિનીયરિંગ (82 ટકા), ઓટોમોબાઇલ્સ અને એન્સિલરીઝ (74 ટકા) અને રિટેલ (70 ટકા) લીડર્સ તરીકે બહાર આવ્યાં છે.

કેટલાંક ક્ષેત્રો માટે નેટ એપ્રેન્ટિસશિપ આઉટલૂકમાં સુધારો પણ થયો છે. તમામ ક્ષેત્રોમાં ઓટોમોબાઇલ અને કૃષિમાં ગયા વર્ષના અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ચાલુ વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં સૌથી નોંધપાત્ર વૃદ્ધિ (અનુક્રમે 16 ટકા અને 15 ટકા) જોવા મળી છે. ત્યારબાદ સૌથી વધુ વૃદ્ધિ ટેલીકમ્યુનિકેશન અને બીએફએસઆઇ (બંનેમાં 14 ટકા-14 ટકા)માં જોવા મળી છે. ઉપરાંત અન્ય ક્ષેત્રો માટે એએઓ આ મુજબ છેઃ એન્જિનીયરિંગ-82 ટકા, ઓટોમોબાઇલ્સ અને એન્સિલરીઝ-74 ટકા, રિટેલ-70 ટકા.

ઉદ્યોગ અને રિપોર્ટના તારણો વિશે પોતાના અભિપ્રાયો આપતાં ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટીના NETAPના વાઇસ પ્રેસિડન્ટ શ્રી સુમિત કુમારે કહ્યું હતું કે, “જ્યારે ભારતમાં તાલીમાર્થીઓને સ્વીકારવાની વાત આવે છે, ત્યારે છેલ્લાં પાંચ વર્ષમાં અતિ સારી પ્રગતિ જોવામળી છે.

તાલીમાર્થી વ્યવસ્થામાં સુધારા અને એના વિશે આવેલી જાગૃતિને પગલે એમ્પ્લોયર સેન્ટિમેન્ટમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેનાં પરિણામે વધારે કંપનીઓ આગળ આવી છે અને વધારે તાલીમાર્થીઓ જોડાયા છે. રિપોર્ટનું તારણ છે કે, 72 ટકા કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષે વધારે તાલીમાર્થીઓને સામેલ કરવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે,

જેનાથી સેન્ટિમેન્ટ વધારે મજબૂત થયું છે અને આ સંકેત આપે છે કે, અહીં તાલીમાર્થીઓનો સ્વીકાર જળવાઈ રહેશે અને વધશે. સકારાત્મકતા કંપનીઓ પૂરતી મર્યાદિત નથી, વધારે આકાંક્ષીઓ હવે ઔપચારિક રોજગારીમાં પ્રવેશ મેળવવા લાભદાયક પદ્ધતિ તરીકે એપ્રેન્ટિસશિપને જોઈ રહ્યાં છે.

તેઓ તાલીમને અભ્યાસ અને રોજગારી માટે તેમને વધારે સક્ષમ બનાવતા મહત્વપૂર્ણ પરિબળ તરીકે જુએ છે, જે તેમને જરૂરી અનુભવ આપે છે અને તેમની કારકિર્દીને ઘડવાની શક્યતા વધારે છે.”

શ્રી કુમારે ઉમેર્યું હતું કે, “જોકે ભારતમાં તાલીમની ખરી સંભવિતતા હાંસલ કરવા એનો વ્યાપ વધારવા એપ્રેન્ટિસશિપ્સ પ્રોગ્રામ્સની ઝડપી સ્વીકાર્યતા અને અમલીકરણ માટે માળખું ઊભું કરવું મહત્વપૂર્ણ છે. નવી શિક્ષણ નીતિમાં આ માટે પાયો નાંખવામાં આવ્યો છે.

આપણે ઝડપથી એનઇપીનો અમલ કરવાની જરૂર છે અને સુનિશ્ચિત કરવું જોઈએ કે કંપનીઓ અને શિક્ષાજગત તાલીમાર્થીઓને સ્વીકારવા વધારે સજ્જ છે. શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગ અને યુવા પેઢી વચ્ચે ત્રિપક્ષીય જોડાણ લાંબા ગાળે આ કાર્યક્રમોને વેગ આપશે. તાજેતરમાં યુજીસી દ્વારા સંલગ્ન ડિગ્રી કાર્યક્રમો શિક્ષણમાં ગેમચેન્જર છે,

જે યુવા પેઢીની રોજગારદક્ષતા વધારશે, કૌશલ્યલક્ષી કટોકટીનું સમાધાન કરશે અને કુલ નોંધણીનો તર્કબદ્ધ ઉદ્દેશ હાંસલ થશે. અમે 10 વર્ષમાં 10 મિલિયન એપ્રેન્ટિસશિપને આંબી જવાની સંભવિતતા ધરાવીએ છીએ, જે યુનિવર્સિટીને તાલીમાર્થી વ્યવસ્થાને અભિન્ન અંગ તરીકે હાથ ધરવા જરૂરી કાર્યો પ્રદાન કરશે, તમામ યુનિવર્સિટીઓને ડિગ્રી એપ્રેન્ટિસશિપ માટે મિશ્ર શિક્ષણ પદ્ધતિ (ઓનલાઇન અને ઓન-સાઇટ, રોજગારીની સાથે) પૂરી પાડવાની છૂટ છે.”

તાલીમાર્થીઓની નિમણૂક કરવામાં વિસ્તારો મુજબ વિશ્લેષણ પ્રસ્તુત કરતાં આ રિપોર્ટ જણાવે છે કે, ચેન્નાઈ અને પછી અમદાવાદ અને દિલ્હી ટોચના વિસ્તારો છે, જ્યાં કંપનીઓ અનુક્રમે 75 ટકા, 72 ટકા અને 70 ટકા વધારે તાલીમાર્થીઓની ભરતી કરવાની યોજના ધરાવે છે. નેટ એપ્રેન્ટિસશિપ આઉટલૂક દ્રષ્ટિકોણથી ચેન્નાઈ 75 ટકા (10 ટકાની વૃદ્ધિ), અમદાવાદ 72 ટકા (3 ટકાની વૃદ્ધિ) અને દિલ્હી 70 ટકા (12 ટકાની વૃદ્ધિ) દર્શાવે છે.

અગાઉના વર્ષ સાથે સુસંગત રીતે ગ્રેજ્યુએટ્સ અને ડિગ્રી એપ્રેન્ટિસથી ટ્રેડ એપ્રેન્ટિસની નિમણૂક વધારે કરવાનો ઇરાદો છે. પ્રોફાઇલ્સ/ભૂમિકાઓના દ્રષ્ટિકોણથી આ તમામ કેટેગરીઓમાં ટોપ પ્રોફાઇલ્સ (અને તેમનો નેટ એપ્રેન્ટિસશિપ આઉટલૂક) હતી – ડેટા એનાલીટિક્સ એક્ઝિક્યુટિવ્સ (23 ટકા, અંડર ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસીસ), પ્રોડક્શન એપ્રેન્ટિસીસ (20 ટકા, અંડર ટ્રેડ એપ્રેન્ટિસીસ) અને મેઇન્ટેનન્સ ટેકનિશિયન-ઇલેક્ટ્રિકલ (20 ટકા, અંડર ડેસિગ્નેટેડ ટ્રેડ એપ્રેન્ટિસીસ).

એપ્રેન્ટિસશિપ આઉટલૂક રિપોર્ટ વિસ્તૃત સર્વે છે, જે 14 શહેરો અને 18 અગ્રણી ક્ષેત્રોને આવરી લે છે. રિપોર્ટમાં 871 કંપનીઓનો સર્વે થયો છે અને HY (જાન્યુઆરીથી જૂન) 2022ના સમયગાળા માટે એપોઇન્ટેમેન્ટ સેન્ટિમેન્ટ ઝીલે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers