Western Times News

Latest News from Gujarat India

ભાડુ ચુકવણીમાં ‘ચુંક’ ગુનો ન ગણાય!: સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, લેણું વસુલ કરવા માટે સિવિલ કાયદામાં ઘણી જાેગવાય છે તેમ છતાં ઘણી પ્રકારનું લેણું વસુલ કરવા માટે લેણદારો દ્વારા ફોજદારી કાયદા મુજબ કાયદા કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ત્યારે આવા જ એક કેસમાં મકાન માલિકે પોતાના ભાડુઆત પાસેથી ભાડાની લેણી રકમ વસુલ કરવા માટે છેતરપિંડી અંગેની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. તે અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા ફોજદારી ફરિયાદની એફઆઇઆર રદ કરી ફોજદારી ગુનો ન ગણાય તેવું સ્પષ્ટ અવલોકન કરી લેણું વસુલ કરવા સિવિલ કોર્ટ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના એક ભાડુઆતે પોતાના મકાન માલીકને સમયસર ભાડુ ચુકવવામાં ચુક કરી હોવાથી મકાન માલીક દ્વારા પોતાના ભાડુઆત પાસે મોટી રકમનું ભાડુ વસુલ કરવા માટે ભારતીય દંડ સહિતાની જાેગવાય મુજબ છેતરપિંડી અંગેનો ફોજદારી કેસ કરવામાં આવ્યો હતો.

ભાડુઆત સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ રદ કરવા માટે અલ્લાબાદ હાઇકોર્ટમાં પીટીસન દાખલ કરવામાં આવી હતી પરંતુ એફઆઇઆર રદ કરવામાં આવી ન હતી અને મકાન માલિકની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી ભાડુઆત દ્વારા દાદ માગવામાં આવતા સુપ્રીમ કોર્ટની સંજીવ ખન્ના અને બેલાની ડિવિઝન બેન્ચમાં સુનાવણી થઇ હતી.

ફરિયાદમાં થયેલા તથ્ય પૂર્ણ નિવેદન સ્વીકારી છીએ પરંતુ કોઇ ફોજદારી ગુનો ગણી ન શકાય ભાડુઆત મિલકત ખાલી કરે છે. માત્ર ભાડુ જ બાકી છે ત્યારે તેનું લેણું વસુલ કરવા માટે સિવિલ કાયદામાં ઘણી જાેગવાય છે તે મુજબ કાર્યવાહી કરવા અનુરોધ કરી છેતરપિંડીની એફઆઇઆર રદ કરી છે.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers