Western Times News

Latest News from Gujarat India

ડીંગુચાના પરિવારની સાથે મહેસાણાની મહિલાનું પણ મોત

અમદાવાદ, કોઈપણ ભોગે અમેરિકા જવાનું સપનું જે ડિંગુચાના પટેલ પરિવાર માટે કાળ બનીને આવ્યું હતું. અમેરિકા અને કેનેડાની બોર્ડર પરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરવા જતાં ગુજરાતના ગાંધીનગર નજીક આવેલા નાનકડા ડિંગુચા ગામનો પટેલ પરિવાર જેમાં એક નાના શીશું તેમજ બાળકીનો પણ સામાવશે થાય છે ભારે ઠંડીમાં બરફમાં થીજીને મૃત્યુ પામ્યા હતા.

આ કેસમાં એવી આશંકા સેવવામાં આવી રહી છે કે તે ચારના પરિવાર ઉપરાંત વધુ એક વ્યક્તિનો પણ આ ટ્રિપ દરમિયાન ભોગ લેવાયો છે. તે વ્યક્તિ મહેસાણાની મહિલા છે જે ડિંગુચા પરિવારના સહિત ૧૧ વ્યક્તિઓના ગ્રુપમાં હતી અને અમેરિકામાં ઘુસવા માટે તેમણે કેનેડાથી માઈનસ ૩૫ ડિગ્રી ઠંડીમાં અમેરિકા જવા માટે પગપાળા યાત્રા શરું કરી હતી અને રાત્રીના અંધકારમાં બરફના ભારે તોફાન વચ્ચે ડિંગુચાનો પટેલ પરિવાર ગ્રુપથી જુદો પડી ગયો હતો અને કમકાટીભર્યા મોતને ભેટ્યો હતો.

ત્યારે આ ગ્રુપની મહેસાણાની મહિલા જેને બરફમાં લાંબો સમય રહેવાના કારણે હિમડંખનો શિકાર બનવું પડ્યું હતું તેનું પણ મોત થયું હોવાનું ગુજરાતમાં ગેરકાયદે ઈમિગ્રેશન મામલે તપાસ કરી રહેલી ટીમને જાણકારી મળી છે.

રાજ્ય પોલીસના ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે મહિલાની ઓળખ અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી પ્રિયંકા કાંતિ ચૌધરી તરીકે સામે આવી છે.
જે ખોટા ડોક્યુમેન્ટ્‌સના આધારે અમેરિકા ઘુસણખોરી માટે ડીંગુચાના પરિવાર સહિત ૧૧ લોકોના ગ્રુપમાં સામેલ હતી અને પોલીસને આશંકા છે કે તે મહેસાણાના ગોઝારિયા ગામની વતની છે.

સમગ્ર મામલે જાણકારી રાખનારા પોલીસ અધિકારીએ કહ્યુંકે ‘અમદાવદા, મહેસાણા અને ગાંધીનગરના ૧૧ લોકો માનવ તસ્કરી કરતી ગેંગની મદદથી ગત ૧૨ જાન્યુઆરીના રોજ કેનેડાના ટોરેન્ટો પહોંચ્યા હતા. જે બાદ આ ગેંગની મદદથી તેઓ મોનિટોબા પહોંચ્યા હતા. ગ્રુપ ૧૮ જાન્યુઆરીના રોજ કેનેડા અમેરિકાની બોર્ડર ક્રોસ કરવાનું હતું.

જાેકે જગદીશ પટેલ અને વૈશાલી પટેલ તેમના બાળકો સાથે બોર્ડર નજીક આવેલા ઈમર્સન નામના ગામ નજીક અમેરિકાની સરહદથી થાડો દૂર ૧૯મી જાન્યુઆરીએ મૃત હાલતમાં મળી આવ્યા હતા.’ તેમની સાથેનું ગ્રુપ અમેરિકામાં પગપાળા જ પ્રવેશ કરી ગયું હતું.

જે બાદ અમેરિકાની પોલીસ દ્વારા બાકીના ૭ ગેરકાયદે ઇમિગ્રાન્ટ્‌સ અને તેની સાથે રહેલા માનવ તસ્કરી ગેંગના સભ્ય શેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. આ ગેરકાયદે ઇમિગ્રાન્ટ્‌સની ઓળખ વર્ષિલ પંકજ ધોબી, અર્પિત રમેશ પટેલ, પ્રિન્સ જયંતિ પટેલ, સુજિત અલ્પેશ પટેલ, યશ દશરથ પટેલ, પ્રિયંકા કાંતિ ચૌધરી અને મહેશ વાડી પટેલ તરીકે કરવામાં આવી હતી.

અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમં દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ ફરિયાદ અનુસાર આ લોકો પૈકી શેંડ નામના એક વયસ્ક પુરુષ અને વયસ્ક મહિલાને હિમડંખની શંકાસ્પદ સ્થિતિમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે શેંડને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી. પરંતુ મહિલાની સ્થિતિ નાજુક હતી અને લાંબો સમય હાડ ગાળી નાખતી ઠંડીમાં રહેવાના કારણે તેના હાથમાં હિમડંખ એટલી હદે પડી ગયો હતો કે તેનો એક હાથ કાપવો પડે તેમ હતો. જેના માટે તેને વધુ મોટી હોસ્પિટલ લઈ જવા રિફર કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ રસ્તામાં જ અનેકવાર મહિલાની શ્વસન ક્રિયા અટકી ગઈ હતી.

આ અંગે કન્ફર્મેશન આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે ‘ચૌધરીની સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. તેને હિમડંખ લાગ્યો તો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. પહેલા તેને સારવાર માટે નોર્થ ડેકોટોના પેમબિના લઈ જવામાં આવી હતી. જે બાદ તેને મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બાદ ૨૦-૨૧ જાન્યુઆરીના રોજ તેનું કથિત રીતે મોત થયું હતું.’

ડિંગુચાના પટેલ પરિવારના મોતની દુઃખદ ઘટના પછી ગુજરાત પોલીસે રાજ્યમાં ચાલતા આવા ગેરકાયદે માઈગ્રેશનના ગોરખધંધા અને કબૂતરબાજ એજન્ટો પર રીતસરની તવાઈ બોલાવી છે અને ૮ લોકોની ધરપકડ કરી છે. આ લોકોએ કેનેડા અથવા મેક્સિકો મારફતે લોકોને અમેરિકામાં ગેરકાયદે મોકલ્યા છે.

તેમના મોબાઈલની તપાસ દરમિયાન અમને ઓડિયો ક્લિપ અને ટેક્સ મેસેજ મળ્યા છે. જે મહિલાના પરિવાર, કબૂતરબાજ એજન્ટ અને તેના સ્થાનિક મળતિયાઓ વચ્ચે વાતચીતના પૂરાવા છે. જેના પરથી મહિલા ગોઝારિયાની હોવાનું સામે આવ્યું છે.

પોલીસે જણાવ્યું કે આ મેસેજ પરથી એ સ્પષ્ટ થાય છે કે મહિલા નકલી ડોક્યુમેનટ્‌સના આધારે અમેરિકા જઈ રહી હતી. જે બાદ પોલીસ ટીમે ગત સપ્તાહમાં ગામની મુલાકાત લીધી હતી.

જાેકે ન તો તેના પરિવારજનો કે ન તેના કોઈ અન્ય સાથી મિત્રો પોલીસ સાથે વાત કરવા માટે તૈયાર હતા. આમ ગુજરાતમાંથી અમેરિકા જવાની ઘેલાછામાં થેયલા વધુ એક ગેરકાયદે ઇમિગ્રાન્ટ્‌સના મોતથી ફરી એકવાર સામે આવ્યું છે કેવધુ સારી લાઈફસ્ટાઈલ માટે ગુજરાતના કેટલાક પરિવારો ગેરકાયદે પ્રવાસમાં રહેલા જાેખમ ઉઠાવવા તૈયાર છે અને માનવ તસ્કરીની કાળી દુનિયાની સચ્ચાઈ સામે આવી છે.SSS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers