Western Times News

Gujarati News

યુનિ.સિન્ડિકેટની ચુંટણી સમરસ કરવા સભ્યોની છેલ્લી ઘડીની કવાયત

File Photo

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડીકેટની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આવતીકાલેછેલ્લો દિવસ છે. અત્યાર સુધી જુદી જુદી કેટેગરીમાં ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ ફોર્મ ભરી દીધા છે. કેટલાક ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરે તેવી શકયતા છે. ચાલુ વર્ષે પણ સિન્ડીકેટમાં ચુંટણીના બદલે સમરસ થાય તે માટે બંને પક્ષે છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કરાયા છે. આમ છતાં અધ્યાપક આચાર્ય કેટેગરીમાં ચુંટણી કરવી પડે તેવી સ્થિતી ઉભી થાય તેવી શકયતા છે.

યુનિવર્સિટીમાં સિન્ડીકેટની૧૩ સભ્યોનીચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આવતીકાલે પુરી થવાની છે. તા.૧પમીએફોર્મની ચકાસણી અને તા૧૬ મીએ ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની સમયમર્યાદા છે. સૂત્રો કહે છે.સિન્ડીકેટની ચુંટણી ભાજપ અને કોગ્રેસ માટે પ્રતીષ્ઠાનો પ્રશ્ન ગણાય છે. પરંતુ હવે ચુંટણી થાય તેના કરતાં સમરસતાનીપરસ્પર ઉમેદવારોની પસંદગી થાય તે પ્રકારની કવાયત શરૂ કરાઈ છે.

સુત્રો કહે છે, જુદી જુદી કેટેગરીમાં સમજુતીથી બેઠકો વહેચીલેવાય તો પણ હાલમાં યુનિવર્સિટી સાથે જાડાયેલી કોલેજાના પ્રોફેસરોની કેટેગરીમાં હાલમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હોવાથી આ ત્રણે વચ્ચે સમજુતી ન થાય તો ફરજીયાત ચુંટણી કરવી પડે તેમ છે. આજ રીતે આચાર્યની કેટેગરીમાં છેલ્લી ઘડી સુધી સમરસ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે.
યુનિવર્સિટીની સિન્ડીકેટની ચુંટણીના જાણકારો કહે છે કે, ચાલુ વર્ષે તમામ બેઠકો સમરસતાથી નકકી થાય તેવી સ્થિતી જાવા મળતી નથી. એક કે બેકેટેગરીમાં ફરજીયાત ચુંટણી કરવી પડે તેવી પરીસ્થિતી હાલ છે. ફોર્મ ભરાયા પછી જા પરસ્પર સમજુતી શકય બને તો મતદાન થતું નથી. હાલમાં ભાજપ અને કોગ્રેસના આગેવાનોએ પોતાના ઉમેદવારોને સિન્ડીકેટ સભય બનાવવા માટેની કવાયત શરૂ કરી દીધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.