Western Times News

Latest News from Gujarat India

આપણા દેશમાં શિક્ષણ એક દૂઝણી ગાયઃ સારામાં સારો નફો રળી આપતો ધંધો

પોતાના સંતાનના સારૂ અને સસ્તુ સામાન્ય વર્ગને પરવડે એવી ફી રાખી શિક્ષણ મળી રહે એ માટેનો સમય હવે પાકી ગયો છે-શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન ઘટી રહ્યુ છે.

ભારતમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે બજેટમાં શિક્ષણ સેક્ટર માટેે એકંદરે નાણાંકીય ફાળવણીમાં ૧૧.૮૬ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં હજુ પણ શિક્ષણના ક્ષેત્રમાં અનેક પહેલ કરવાની જરૂર દેખાઈ રહી છે. શિક્ષણ માટેના બજેેટને વર્ષ ર૦ર૧-રર માં ૯૩રર૪ કરોડ વધારીને વર્ષ ર૦રર-ર૩ માટે ૧.૦૪ લાખ કરોડ કરી દેવામાં આવ્યુ છે.

હાલમાં રજુ કરવામં અવોલા કેન્દ્ર સરકારના બજેટમાં જુદા જુદા પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. જાે કે હજુ શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવાની જરૂર છે. શિક્ષણના સ્તરને લઈને વ્યાપક ચર્ચા હંમેશા થતી રહે છે. આ ચર્ચા કોરોનાકાળમાં પણ જારી રહી હતી. શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં આ પગલાં ઓછા છેે.

મજબુત ઈચ્છાશક્તિ સાથે આગળ વધવા અને દરેક દેશોના નિષ્ણાંતોને સાથે રાખીને દેશમાં એક સમાન શિક્ષણ વ્યવસ્થા લાગુ કરવાની દિશામાં આગળ વધી શકાય છે. શિક્ષણ અને ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સ્તરને સુધારવા માટે ટોપ સ્તર પર તરત પગલાની જરૂર છે.

અહેવાલ કહે છે કે જુદા જુદા ભાગોમાં છેલ્લા કેટલાંક સમયથી પ્રાથમિક શિક્ષણનું સ્તર દિન-પ્રતિદિન ઘટી રહ્યુ છે. પ્રાથમિક શિક્ષણની ઘટતા જતાં સ્તરને દૂર કરવા અને બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા-જગાવવા મોટે કેટલાંક પગલાં હવે તાકીદે લેવાની જરૂરીયાત દેખાઈ રહી છે.

શિક્ષણના માત્રને માત્ર મોટા મોટા પોકળ દાવા કરવાને બદલે સૌથી પહેલાં દેશમાં પ્રાથમિક શિક્ષણના સ્તરને જ વધારે મજબુત કરવા અને બાળકો સ્કુલમાં આવી શકે એવી તમામ ગોઠવણ કરવાના પ્રયાસ કરવા અને નાગરીકો પોતાના સંતાનના સારૂ અને સસ્તુ સામાન્ય વર્ગને પરવડે એવી ફી રાખી શિક્ષણ મળી રહે એ માટેનો સમય હવે પાકી ગયો છે

અથવા તો આવી ગયો છે. નહીં તો પછી વાલીઓ મોંઘીદાટ ફીને કારણે પોતાના સંતાનને શિક્ષણ આપવાનું બંધ કરશે અથવા આગળ વધારે નહીં ભણાવે. કેમ કે આપણા દેશમાં શિક્ષણને અક દૂઝણી ગાય બનાવી દીધી છે. સારામાં સારો નફો રળી આપતો ધંધો બનાવી દીધો છે.

આર્થિક તકલીફને કારણે છઠ્ઠા અને સાતમા ધોરણ સુધી આવતા આવતા બાળકો પારિવારિક જવાબદારી પૂર્ણ કરવા માટે સ્કુલ છોડી દેતા હોય છે. સારી બાબત તો એ રહેશે કે હવે વ્યવસાયિક અથવા તો કૌશલ્ય પ્રશિક્ષણને સ્કુલના પાઠ્ઠયક્રમના એક હિસ્સા તરીકેે બનાવી શકાય છે.

તાજેતરમાં જ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા આઠમાં ધોરણ સુધી કોઈને ફેઈલ નહીં કરવાની નીતિનેેે લઈને હોબાળો મચી જવા પામ્યો હતો. આ નીતિ પર બોલ હવે રાજય સરકારોના કોર્ટમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૬માં નવી શિક્ષણ નીતિ રજુ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શિક્ષણમાં બાળકોને ફેઈલ નહીં કરવા પાછળ કેટલાંક કારણો હતા.

આ નિર્ણય લેવા પાછળ કેટલાંક અન્ય કારણોમાં એક કારણ કોઈપણ સમયે સ્કુલ છોડી દેવાના બાળકોના પ્રવાહ પર બ્રેક મારવાની બાબતનો પણ સમાવેશ થાય છે. આઠમાં ધોરણ સુધી ફેલ ન કરવાની નીતિ સામે  સૌથી પહેલાં તો પ્રશ્ન વર્ષ ર૦૧રમાં કેન્દ્રીય શિક્ષણ સલાહકાર સમિતિ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.

એ વખતે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોમાં તેના પર ફેર વિચારણા કરવા માટેની માંગ

જાેરદાર રીતે ઉઠી હતી. આ સમિતિની ભલામણ બાદ રપમી ડીસેમ્બર ર૦૧૬ના દિવસે કાયદા મંત્રાલય દ્વારા આને મંજુરી આપી દેવામાં આવી હતી. પ્રશ્ન એ થાય છે કે શું આઠમાં સુધી તમામ બાળકોને પાસ કરી દેવાની બાબતથી બાળકોના શિક્ષણના જે અધિકારની વાત છે તે જળવાય છે.

શું શિક્ષણના અર્થે અમારા માટે વૈૈશ્વિક સ્તરે પ્રાથમિક શિક્ષણમાં નોંધણીને વધારી દેવા સુધી જ મર્યાદિત છે. અથવા તો શિક્ષણના સતરને સુધારી દેવા માટે વધુ કેટલાંક પગલાં લેવાની પણ જરૂર દેખાઈ રહી છે. હકીકતમાં તો શિક્ષણ આખરે જ્ઞાન અથવા તો ડીગ્રી મેળવી લેવાની બાબત નથી. બલ્કે સામાજીક પ્રગતિ અને સુધારની મૂળભૂત પ્રક્રિયા છે. આ મૂલ્યો બાળકોને મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

બાળકોની વ્યક્તિગત રીતે બૌધ્ધિક વિકાસમાં પ્રાથમિક શિક્ષણ ભૂમિકા અદા કરે છે. આ કસોટી પર પ્રાથમિક શિક્ષણની તુલના કરવામાં આવે તો પરિણામ શુન્ય તરફ હજુ સુધી તો ઈશારો કરે જ છે. એ પણ ધ્યાન આપવા જેવી બાબત છે કે હરિયાણાના રપ૦૦૦થી પણ વધુ અભિભાવકો દ્વારા વર્ષ ર૦૧પમાં રાજ્ય શિક્ષણ વિભાગને અપીલ કરતા કહ્યુ હતુ કે

તેમના બાળકોની યોગ્યતાના આધારે મૂલ્યાંકન થાય તે જરૂરી છે. અને જાે બાળકો અયોગ્ય છે તો તેમને પ્રાથમિક કક્ષામાં જ પાસ કરવા જાેઈએ નહી અભિભાવકો અથવા તો વાલીઓની ચિંતા યોગ્ય છે. વાલીઓ બાળકોના પ્રાથમિક શિક્ષણના ગબડી રહેલા સ્તરથી ચિંતીત છે.

બિન સરકારી સંગઠન પ્રથમના દેશના મોટાભાગના વિસ્તારને આવરી લઈને કરવામાં આવેલા એક સર્વમાં કેટલીક વિગત બહાર આવી છે. જે તમામને ચોકાવે એવી રહી છે. આ વ્યાપક સર્વેમાં જાણવા મળ્યુ છે કે પ૦ ટકા બાળકો તો એવા છે કે જે પાંચમાં ધોરણ સુધી પહોંચતા પહોંચતા પણ અયોગ્ય કરે છે. આવા બાળકો પાંચમા ધોરણ સુધી પહોંચી ગયા બાદ પણ બીજા ધોરણના પુસ્તકો વાંચી શકતા નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers