ભાજપ સામે ટક્કર લેવા બનશે પ્રાદેશિક પાર્ટીઓનું સંગઠનઃ સંજય રાઉત

મુંબઇ, શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પાર્ટીના પ્રવક્તા સંજય રાઉતનું કહેવુ છે કે, પાંચ રાજ્યોની ચૂંટણીમાં મળેલી જીત પર ભાજપે આટલું ખુશ થવાની જરૂર નથી. તેમને ખબર છે કે તેમને આ જીત માયાવતી અને અસદુદ્દીન ઔવેસીના કારણે મળી છે.
ભાજપ સામે લડવા માટે ભવિષ્યમાં પ્રાદેશિક પાર્ટીઓનું ગઠબંધન બની શકે છે. કોંગ્રેસને લઈને તેમણે કહ્યું કે, પોતાની હાલત માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. તેમજ રાઉતે ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ના પ્રચારને ભાજપનો પ્રોપેગેંડા ગણાવ્યો.
પાંચ રાજ્યોમાં ભાજપની જીત અંગે સંજય રાઉતે કહ્યું કે, યુપીમાં ભાજપની જીત કઈ રીતે થઈ છે તે સૌ કોઈ જાણે છે. અખિલેશ યાદવના પ્રોગ્રેસ વિશે પણ બધા જાણતા હતા કે તેઓ સારું કરશે. એવુ લાગતું હતું કે કોઈપણ સંજાેગોમાં અખિલેશ યાદવને ૧૭૦ સીટો જરૂર મળશે. એવો માહોલ હતો અને લોકો દાવો કરી રહ્યા હતા કે અખિલેશ ચૂંટણી જીતશે.
તેમજ માયાવતીને જે રીતે ચૂંટણી મેદાનમાંથી દૂર રાખવામાં આવ્યા, તે ડાયરેક્ટ તપાસ એજન્સીઓના દબાણમાં થયુ. આ જ કારણે તેમના વોટ ટ્રાન્સફર થઈ ગયા. પછી ઔવેસી મેદાનમાં આવ્યા. ઔવેસી યુપીમાં મુસ્લિમોના વોટ લેવા નહોતા આવ્યા.
તેમને હિંદુ વોટોનું ધ્રુવીકરણ કરાવવા માટે લાવવામાં આવ્યા હતા. આ સ્થિતિ ત્યારે સ્પષ્ટ થઈ ગઈ, જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધન ૨૫ સીટો પર ઔવેસીના કારણે હારી ગઈ. ઔવેસી પોતે ના જીત્યા, પરંતુ તેમણે ભાજપને જીતાડી દીધી. આથી, મેં કહ્યું હતું કે, ઔવેસી અને માયાવતી બંનેને ભારત રત્ન અને પદ્મભૂષણથી સન્માનિત કરવા જાેઈએ.
તેમણે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ વિશે કહ્યું કે, તેને માટે કોંગ્રેસ પોતે જવાબદાર છે. હવે ક્ષેત્રિય પાર્ટીઓની તાકાત વધી રહી છે. આવનારા સમયમાં ભાજપ સામે લડવા માટે પ્રાદેશિક પાર્ટીઓનું એક સંગઠન બની શકે છે. ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ વિશે તેમણે કહ્યું હતું કે, મેં અત્યારસુધી ફિલ્મ નથી જાેઈ, પરંતુ જે રીતે ભાજપના મંત્રી અને નેતા ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે, તેના પરથી એ સ્પષ્ટ છે કે એક પ્રોપેગેંડા અંતર્ગત આપણા કાશ્મીરી ભાઈઓના આક્રોશ અને વેદનાનો રાજકારણ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ બધુ યોગ્ય નથી. ભાજપે કાશ્મીરી પંડિતોના કાશ્મીરમાં પુનઃ વિસ્થાપન પર કામ કરવુ જાેઈએ. અમે જાેઈશું કે ભાજપે કાશ્મીર માટે શું કર્યું. મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે જ્યાં બાલા સાહેબે કાશ્મીરી પંડિતોના બાળકોને મેડિકલ અને એન્જિનિયરીંગ કોલેજાેમાં પ્રવેશ માટે પાંચ ટકા આરક્ષણ અપાવ્યું હતું.HS