Western Times News

Latest News from Gujarat India

સોપારી અને તમાકુની તસ્કરી કરી કરોડો રૂપિયાની ટેક્ષ ચોરીનું કૌભાંડ

(એજન્સી) અમદાવાદ, ડીરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલીજન્સ દ્વારા કાપુર સ્થિત ત્રિમૂર્તિ પ્રા.લી.કંપનીમાં તમાકુ અને તમાકુની પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની પાસેથી ૧પ૦ કરોડનથી વધુની કરચોરી પકડી પાડી હોવાનો ઘટસ્ફોટ કરાયો હતો. જેનો રેલો છેક અમદાવાદ સુધી આવ્યો હતો.

આ ઘટના બાદ પણ હજુ સુધી સોપારી કિંગ ટેક્ષચોરી કરીને કરોડો રૂપિયાની સોપારી અને તમાકુની તસ્કરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેનું એપી સેન્ટર અમદાવાદના છેવાડાના અસલાલી અને નારોલ છે.

આધાર ભૂત સાધનોના જણાવ્યા અનુસાર અસલાલી અને નારોલથી રોજ કરોડો રૂપિયાના સોપારી અને તમાકુને અલગ અલગ રાજય્માં કન્ટેનરમાં ભરીને લઈ જવામાં આવે છે. જેને સરકારના તમામ ડીપાર્ટમેન્ટ ના લોકો મુકપ્રેક્ષક બનીને જાેઈ રહ્યા છે.

બેમાંથી ગેરકાયદે કરોડો રૂપિયાના સોપારી તેમજ તમાકુ દેશની અલગ અલગ બોર્ડર પરથી સરકારી બાબુઓની મીલીભગતથી ઘુસાડવામાં આવી રહ્યા છે ત્યારબાદ કાનપુર, નાગપુર જેવા મોટા મોટો શહેરોમાં રહેલા વેપારીઓ (સોપારીકીંગ) ટેક્ષચોરી કરીને અમદાવાદ સહિત દેશની અલગ અલગ જગ્યા પર મોકલી રહ્યા છે. અમદાવાદના અસલાલી ખાતે સોપારીના સૌથી મોટા ગોડાઉન આવેલા છે. જ્યાં એજન્સીઓનની રહેમનજર રહેલી છે.

થોડા સમય પહેલાં જ સોપારી અને સુગંધી પાન-મસાલાના કાનપુરના વેપારી પિયુષ જૈનના ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ૧૭પ કરોડની રોકડ જપ્ત થઈ હતી. ઈતિહાસમાં પહેલી વખત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સની સૌથી મોટી રકમ જપ્ત થઈ હતી.

અમદાવાદમાં સોપારી ભરેલી ટ્રકો રોકતા બોગસ ઈન્વોઈસનો આખો ભાંડો ફુટ્યો હતો. શહેરમાં પ્રવેશતી કેટલીક ટ્રકોને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે એવી ખબર પડી કે બોગસ ઈન્વોઈસ બનાવીને સુગંધી સોપારી, ગુટખા બનાવવા માટેની સામગ્રી કાનપુરથી મોકલવામાં આવી હતી.
આવક વેરા ખાતાની ઈન્ટેલીજન્સ વિંગના કેટલાંક અધિકારીઓને કાનપુર અને કનોજ ખાતે વધુ તપાસ કરતા આ મોટી કરચોરીનો પર્દાફાશ થયો હતો.

ડીજીજીઆઈના અમદાવાદ યુનિટને માહિતી મળી હતી કે પાન-મસાલા અને જી-કંપની ત્રિમૂર્તિમ ફ્રેગરન્સ, બ્રાંડેડ ગુટખાના ઉત્પાદકો, કોઈપણ ઇન્વોઈસ વિના અને ટેક્ષ ચુકવ્યા વિના જ માલ મોકલી રહ્યા હતા.

આથી પાન-મસાલાના ઉત્પાદક અને તેમના સપ્લાયરની પ્રિમાઈસીસ ઉપર દરોડા પાડવાનું શરૂ કરાયુ હતુ. જીએસટી અધિકારીઓએે આપેલી માહિતી મુજબ બોગસ પેઢીઓના નામે બોગસ ઈન્વોઈસબનાવવામાં આવ્યા હતા. પ૦,૦૦૦ના આવા ર૦૦ જેટલા ઈન્વોઈસ હતા. જે જીએસટી ચુકવ્યા વિના બનાવાયા હતા. અમદાવાદના અસલાલી ખાતે સોપારી તેમજ તમાકુના અનેક ગોડાઉન આવેલા છે. જેમાં બોગસ ઈનવોઈસ બનાવવામાં આવી રહ્યા છે.

કરોડો રૂપિયાનો માલ બિલ વગર અસલાલી ખાતે આવી રહ્યો છે. ત્યારબાદ તેને મહારાષ્ટ્ર સહિત અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ એજન્સીઓએ કરેલી આટલી મોટી કાર્યવાહી બાદ પણ હજુ સોપારી કિંગ બેરોકટોક સોપારી અને તમાકુની તસ્કરી ખુલ્લએામ કરી રહ્યા છે.

અસલાલીથી રોજ કન્ટેનર ભરીને કરોડો રૂપિયાના સોપારી અને તમાકુ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈપણ પોલીસ અથવા તો જીએસટીના અધિકરી કન્ટેનરને રોકવાની કોશિષ કરે તો તેમને રૂપિયા આપીને ચૂપ કરી દેવાય છે.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર સોપારીની આ કાળા બજારીના ધંધામાં કેટલાંક મોટા માથાઓ અને વગદાર વ્યક્તિઓ સંડોવાયેલી છે. જેેમની લીંક છેક દિલ્હી સુધી જાેડાયેલી છે. આ મામલે અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.જાડેજાએ જણાવ્યુ હતુ કે અસલાલીમાં સોપારીના અનેક ગોડાઉન આવેલા છે. જેમાં અનેક વખત જીએસટીની ટીમ તપાસ કરે છે. બોગસ ઈન્વોઈસ બનાવીને કે ટેક્ષચોરી કરીને સોપારી અને તમાકુની તસ્કરી કરાશે તો પોલીસ તેમાં એકશન લશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers