Western Times News

Latest News from Gujarat India

જાે કોંગ્રેસ મને કહેશે કે કોંગ્રેસમાં આવો તો હું વિના શરતે કોંગ્રેસમાં જઈશ: શંકરસિંહ વાઘેલા

(પ્રતિનિધિ) ગાંધીનગર, વાઘેલાએ કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોએ મને આગ્રહ કર્યો હતો કે હવે તમે કોંગ્રેસમાં આવી જાવ તો સારું આ અનુસંધાને મારો જવાબ એક જ છે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મારે વર્ષોથી સંબંધ છે જ્યારે તે લોકો એવું કહે છે કે બાપુ રાજકીય રીતે તમારે શું કરવું જાેઈએ આવી વાતચીત કરવા માટે મને દિલ્હી બોલાવશે તો હું જરૂર ક્યાં જઈશ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હું જે પણ કંઇ કરી રહ્યો છું એમાં કોંગ્રેસ હાઈકમાન્ડ મને કહેશે તો હું દિલ્હી જઈને તેમની સાથે વાતચીત કરીને આગળ વધીશ અહેમદ પટેલે ગાંધી પરિવારને એક આવરણ બનીને સંભાળ્યો હતો ઓપિનિયન મેકર નો અભાવ કોંગ્રેસ ની બુકો પડી રહ્યો છે.

અહેમદભાઈ ની જગ્યા હતી ત્યાં યોગ્ય વ્યક્તિ સંભાળત તો જી-૨૩ જેવા ગ્રુપો બન્યા ન હોત. વાઘેલાએ કહ્યું હતું કે ચાલુ રેસના ઘોડા ન બદલાય છતાં પંજાબની ચૂંટણીના મહિનાઓ માટે રાહુલે અમરિંદર ને બદલ્યા જૂની નેતાગીરીના ભાવના કારણે છે આટલું સારું રાજ્ય હતું છ મહિના માટે કોઈ દુનિયા હોય તો તેને પણ ખબર પડે કે ચાલુ રેસમાં ઘોડા બદલાય નહીં.

પોતાની સરકાર ગુમાવી દીધી એ હોમવર્કની સારા સલાહકાર ના ભાવથી થયું છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે કોંગ્રેસમાં સંવાદ નો અભાવ એ અત્યારે સૌથી મોટી સમસ્યા છે બધાની વાતો સાંભળીને ર્નિણય લેતા હતા રાહુલ ગાંધી વ્યક્તિ ખરાબ નથી પણ જનરેશન ગેપ ના કારણે પ્રશ્ન છે કોંગ્રેસના નારાજ ગણાતા જી-૨૩ નેતાઓની બેઠકમાં હાજરી આપ્યા બાદ શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ ને વણમાગી સલાહ આપી હતી પંજાબમાં પાર્ટી દ્વારા લેવાયેલા ર્નિણયને લઈ સવાલ ઊઠ્‌યા હતા બાપુએ કહ્યું હતું કે જૂનો દારૂ,જૂની દોસ્તી,જુના નેતા અને જૂના ડોક્ટર સારા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers