Western Times News

Gujarati News

ટાટાને ફોર્ડનો પ્લાન્ટ ટેકઓવર કરવાની મંજૂરીની શક્યતા

અમદાવાદ, અમદાવાદથી ૪૦ કિમી દૂર આવેલા સાણંદમાં ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાના પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ટેકઓવર કરવા માટેની ડીલ ક્લોઝ થવામાં છે. આ સાથે જ સાણંદમાં ટાટાના બે પ્લાન્ટ વર્કિંગ થઈ જશે. બંને કંપનીઓએ ફોર્ડના પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની માલિકી ટાટા મોટર્સને ટ્રાન્સફર કરવા માટે સંમતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

તમામ સંભાવનાઓને જાેતા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હાઇ-પાવર કમિટી (એચપીસી) દરખાસ્તને મંજૂરી આપશે, જે બાદ આવતા અઠવાડિયા સુધીમાં ટાટા મોટર્સ માટે આ પ્લાન્ટના ટેકઓવર માટેનો માર્ગ સાફ થશે. અમેરિકન ઓટો કંપનીએ ગયા વર્ષે ભારતમાંથી પોતાનો કારોબાર સંકેલી લેવાની જાહેરાત કર્યા પછી તરત જ, ફોર્ડ ઈન્ડિયાના એક સ્ત્રોતે નામ જાહેર કર્યા વગર પુષ્ટિ કરી હતી કે, બંને કંપનીઓ ટાટા મોટર્સ દ્વારા સાણંદનો ફોર્ડ પ્લાન્ટના ટેકઓવર માટે વાટાઘાટો કરી રહી છે.

ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ ૨૦૧૮ માં મોટા પ્રોજેક્ટ્‌સના અમલીકરણ સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે એચપીસીની રચના કરવામાં આવી હતી. આ સમિતિની અધ્યક્ષતા મુખ્યમંત્રી કરે છે. આવતા અઠવાડિયે યોજાનારી એચપીસીમીટિંગ દરમિયાન, ફોર્ડ ઈન્ડિયાના સાણંદ ખાતેના તેના વાહન એસેમ્બલી પ્લાન્ટને ટાટા મોટર્સને સ્થાનાંતરિત કરવાની દરખાસ્ત અને ટ્રાન્સફર સંબંધિત મુદ્દાઓ પર લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, એમ એક જાણકાર સૂત્રએ જણાવ્યું હતું.

જાેકે આ નવી ફેસેલિટી સાથે ટાટા મોટર્સને સાણંદ ખાતે નેનો પ્લાન્ટ શરૂ કરતી વખતે અપાયેલ અસાધારણ પ્રોત્સાહનો અને લાભો ઓફર કરવામાં આવશે કે કેમ તે જાેવાનું રહે છે. કારણ કે તે ફરી એક નવો પ્લાન્ટ હસ્તગત કરવા માટે તૈયાર છે. તેવામાં દેશી કાર મેકર કંપનીને વધારાના લાભો મળશે કે ફોર્ડ ઈન્ડિયાને આપવામાં આવેલા લાભ જ ટાટા મોટર્સને પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફોર્ડ મોટર કંપનીએ વાર્ષિક ૨.૪ લાખ યુનિટ અને ૨.૭ લાખ એન્જિનના ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પ્લાન્ટની સ્થાપના માટે રૂ. ૪,૫૦૦ કરોડનું રોકાણ કર્યું હતું.

કંપનીએ છેલ્લા દાયકામાં ભારતમાં લગભગ ૨ બિલિયન ડોલરની ઓપરેટિંગ ખોટ એકઠી કરી છે. ફોર્ડ ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, અમે અમારી ઉત્પાદન સુવિધાઓ માટે સંભવિત વિકલ્પો શોધવાનું ચાલુ રાખીએ છીએ. ટાટા મોટર્સ ગુજરાતના મોટર ટાઉન સાણંદમાં વાર્ષિક ૧.૫ લાખ એકમોના ઉત્પાદનની ક્ષમતા સાથે રૂ. ૪,૫૦૦ કરોડના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપનાર પ્રથમ કાર મેન્યુક્ચર પૈકી એક હતી. આ પ્લાન્ટ હાલમાં ટીગોર, ટીયાગોઅને ટીગોર ઈવીવેરિઅન્ટ્‌સનું ઉત્પાદન કરે છે.

એક ઈમેલ પ્રશ્નના જવાબમાં, ટાટા મોટર્સના પ્રવક્તાએ કહ્યું કે તેઓ કોઈ અટકળો અને બજારની અફવાઓ પર ટિપ્પણી કરશે નહીં.
ફોર્ડ મોટર કંપનીની ભારતમાંથી પોતાનું કામકાજ બંધ કરવાની જાહેરાતને પગલે, ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાના પ્લાન્ટ માટે ખરીદનાર તરીકે સૌથી આગળ હતી. પેસેન્જર વ્હીકલ પ્લાન્ટ ડિસેમ્બર ૨૦૨૧ માં બંધ થવાનો હતો, જાેકે, પાછળથી, કંપનીએ અગાઉથી લઈ લીધેલા ઓર્ડરની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે તેને માર્ચ ૨૦૨૨ સુધી મુલતવી રાખ્યો હતો. કારણ કે ફોર્ડની કાર માટે જરુરી મહત્વના કોમ્પોનન્ટ્‌સ આ પ્લાન્ટમાં બની રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.