Western Times News

Gujarati News

ગઠિયાએ SBIમાં KYC અપડેટ કરવાને બહાને લિંક મોકલી મહિલાને છેતરી

Files Photo

ટ્યૂશન ક્લાસીસનાં મહિલા સંચાલકનાં એકાઉન્ટમાંથી ૧.૨૩ લાખ ઉપડી ગયા- કેવાયસી અપડેટ કરવાનો મેસેજ આવે તો તેમાં આપેલા નંબર પર કયારેય ફોન કરવો નહિં અને લિંક પર ક્લિક કરવું નહીં. 

(એજન્સી) અમદાવાદ, સાઉથ બોપલના ટ્યૂશન ક્લાસીસનાં મહિલા સંચાલકના એકાઉન્ટમાંથી રૂપિયા ૧.૨૩ લાખ ગાયબ થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાએ મોબાઇલ પર એસબીઆઇમાં કેવાયસી અપડેટ કરવાને બહાને લિંક મોકલી બેન્કની વિગતો મેળવી લીધા બાદ છેતરપિંડી કરી હતી.

સાઉથ બોપલમાં આવેલા ગાલા ગ્લોરીયામાં રહેતા અને વોલન્ટ એક્સિલન્સ એજ્યુકેશન નામે ટ્યૂશન ક્લાસીસ ચલાવતાં અમિતાબહેન સંઘવીએ ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. થોડા દિવસ પહેલા અમિતાબહેનના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો કે તમારું એસબીઆઇનું કેવાયસી અપડેટ કરવું પડશે.

નહીં તો બેન્કનું તમારું એકાઉન્ટ બ્લોક થઇ જશે. થોડીવાર બાદ અમિતાબહેન પર મેસેજ આવતાં તેમણે આવેલ લિન્કમાં તમામ વિગતો ભરી દીધી હતી.

અમિતાબહેન લિંકમાં તમામ વિગતો ભરી દીધા બાદ ઓટીપી આવ્યો હતો. આ ઓટીપી નંબર પણ લિન્કમાં અપડેટ કર્યો હતો. અમિતાબહેને જેવો ઓટીપી અપડેટ કર્યો કે તરત તેમના ખાતામાંથી ટુકડે ટુકડે ૧.૨૩ લાખ રૂપિયા અન્ય બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હતા.

અમિતાબહેનના મોબાઇલમાં રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતા તે ચોંકી ગયા હતા. અમિતાબહેને તરત જ તેમનું કાર્ડ પણ બ્લોક કરાવી દીધું હતું. અમિતાબહેને અજાણ્યા ગઠીયા વિરૂદ્ધ સાયબર ક્રાઇમ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઠિયાઓ લોકોને એવા વિશ્વામાં લે છે કે યુઝર આઇડી પાસવર્ડથી કોઇ નુકસાન નહીં થાય અને બેન્કમાં ગયા વગર કેવાયસીની પ્રોસેસ થઇ જશે. ગઠિયાઓ ઘણી વાર ફોન કરે છે અને તમને તમારા એકાઉન્ટના કેવાયસીને પૂર્ણ કરવા કહે છે. ત્યારબાદ તેઓ તમારી વિગતો લઇ છેતરપિંડી કરે છે.

તેથી જાે તમને આવા કોલ આવે તો સૌપ્રથમ કસ્ટરમ કેરમાં જાણ કરવી જાેઇે. આ સિવાય જાે તમે કેવાયસી કરાવવા માગતા હો તો તમે બેન્કમાં જઇને અપડેટ કરી શકો છો અથવા તમે બેન્કના એક્ઝિક્યુટીવને કોલ કરી શકો છો. આમ, થોડી સાવધાની રાખીને ઓનલાઇન પેમેન્ટ એપનો ઉપયોગ કરશો તો ક્યારેય છેતરાશો નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.