Western Times News

Gujarati News

સરકારે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિયેશનની માંગણી સ્વીકારી, ટેન્ડરો નહિં ભરવાની લડત પાછી ખેંચાઈ

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મુખ્ય માંગણીઓ અંગે રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ

અમદાવાદ, ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના કોન્ટ્રાકટરો દ્ધારા ગુજરાત રાજ્યમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા મીટીરીયલ્સમાં છેલ્લા ટુક સમયમાં થયેલા ભાવવધારો આપવા તેમજ સરકારી કોન્ટ્રાકટરોને નડતા અન્ય પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ થયેલી રજુઆતોનો રાજ્ય સરકાર દ્ધારા સ્વીકાર કરવામાં આવતાં સરકારી કોન્ટ્રાકટરોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

સરકારી કોન્ટ્રાકટરો દ્ધારા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી ન્યાયિક માંગણીઓનો સરકાર દ્ધારા સ્વિકાર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના મટિરિયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ્સ તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવોમાં થયેલ અસહ્ય ભાવ વધારો આપવા બાબત.

ગુજરાત સરકારના તમામ વિભાગોમાં ચાલતા કામોમાં જાન્યુઆરી ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીના ૨૧ માસના થયેલ કામોમાં સિમેન્ટ, સ્ટીલ અને ડામરમાં સ્ટાર રેટ આપવામાં આવશે. સ્ટારરેટની લીમીટ દુર કરવામાં આવે છે. રીજર્વ બેન્કના ઇન્ડેક્ષ પ્રમાણે ભાવ વધારો મળશે.

ગુજરાત સરકારના કામોમાં ૧૨ મહિનાથી વધુથી સમયમર્યાદા વાળા કામોમાં પ્રાઇસ એસ્કેલેશન આપવામાં આવે છે. જેની સીલીંગ ૫% છે તે યથાવત રાખેલ છે. જે કામોમાં ૧૨ માસથી ઓછી સમયમર્યાદામાં પ્રાઇસ એસ્કેલેશન નથી. પરંતુ તે કામોની સમયમર્યાદા વધારો કરવામાં આવે તેવા થયેલ કામમાં જાન્યુઆરી ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીના સમયગાળામાં પ્રાઇસ એસ્કેલેશન આપવમાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.