Western Times News

Gujarati News

DRDO એ ઈતિહાસ સર્જયો, 45 દિવસમાં 7 માળનું બિલ્ડીંગ બનાવ્યું

નવી દિલ્હી : ભારતના અગ્રણી ડિફેન્સ રિસર્ચ ઇન્સ્ટિટયુટ ડીઆરડીઓ એ બેંગ્લુરુ ખાતે એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં સાત માળની ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમનું બિલ્ડિંગ ફક્ત ૪૫ દિવસના વિક્રમજનક સમયમાં બનાવી દીધુ હતું. DRDO has built a seven-storey building in record 45 days which would be used as the R&D facility for the indigenous development of fifth generation Advanced Medium Combat Aircraft (AMCA) in Bengaluru.

આ બિલ્ડિંગ ઇન-હાઉસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. સાત માળના બિલ્ડિંગનો પ્લિન્થ એરિયા ૧.૩ લાખ ચોરસ ફૂટ છે.

આ ફેસિલિટીઝનો ઉપયોગ ભારતીય હવાઈદળ માટે ફિફ્થ જનરેશન મીડિયમ વેઇટ ડીપ પેનેટ્રેશન ફાઇટર જેટ વિકસાવવા માટે કરવામાં આવશે.

ભારત મહત્વાકાક્ષી એમસીએ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યુ છે. તેના હેઠળ એડવાન્સ્ડ સ્ટેલ્થ ફીચર્સ ધરાવતા ફિફ્થ જનરેશન મીડિયમ ફાઇટર જેટ વિકસાવવામાં આવશે. તેનાથી ભારતની હવાઇદળની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થશે. આ પ્રોજેક્ટ માટે લગભગ ૧૫,૦૦૦ કરોડના પ્રારંભિક ખર્ચને મંજૂરી આપી હોવાનો અંદાજ છે.

સામાન્ય રીતે સરકારી કામમાં તુમારશાહી ચાલતી હોય છે અને સરકારી બિલ્ડિંગો બનાવવામાં નિયત સમય કરતાં ઘણો વધારે સમય લાગતો હોય છે અને ઘણી વખત તો બિલ્ડિંગ બનતા સુધીમાં સરકાર બદલાઈ ગઈ હોય છે. તેનાથી વિપરીત આ બિલ્ડિંગ ફક્ત ૪૫ દિવસમાં બની ગયું છે.

અધિકારીઓમાં એકે જણાવ્યું હતું કે ડીઆરડીઓએ પરંપરાગત, પ્રી-એન્જિનિયર્ડ અને પ્રીકાસ્ટ મેથોડોલોજીથી બનેલી હાઇબ્રિડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાત માળનું ફ્લાઇટ કન્ટ્રોલ સિસ્ટમ માટેનું બિલ્ડિંગ ફક્ત ૪૫ દિવસમાં બનાવી દીધું હતું.

તેમણે જણાવ્યું હતું કે આ કોમ્પ્લેક્સમાં ફાઇટર એરક્રાફ્ટ માટે એવિયોનિક્સ ફેસિલિટીઝ વિકસાવાશે અને એડવાન્સ્ડ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ ફાઇટર એરક્રાફ્ટ માટેે ફ્લાઇટ કંટ્રોલ સિસ્ટમ (એફસીએસ)  વિકસાવવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.