Western Times News

Gujarati News

બાંગ્લાદેશઃ ઈસ્કોન મંદિર પર ૨૦૦થી વધુ લોકોએ કર્યો હુમલો

ઢાકા, બાંગ્લાદેશની સરકારના હિન્દુ લઘુમતીની સુરક્ષાના તમામ વચનોની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક મંદિરને ગુરુવારે કટ્ટરપંથીઓએ નિશાન બનાવ્યું. કટ્ટરપંથીઓએ મંદિરમાં તોડફોડ અને લૂટફાટ કરી.

આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. મળતી માહિતી મુજબ હાજી શફીઉલ્લાહના નેતૃત્વમાં ૨૦૦થી વધુ લોકોએ ગઈ કાલે સાંજે લગભગ ૭ વાગે ઢાકાના વારીમાં ૨૨૨ લાલ મોહન સાહા સ્ટ્રીટ પર ઈસ્કોન રાધાકાંત મંદિર પર હુમલો કર્યો.

તોડફોડ કરી અને લૂટફાટ કરી. આ હુમલામાં અનેક હિન્દુઓ ઘાયલ થયાના સમાચાર છે. બાંગ્લાદેશના હિન્દુ મંદિરો પર હુમલાની આ પહેલી ઘટના નથી. ગત વર્ષે જ નવરાત્રિ સમયે કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલા કરાયા હતા. આ દરમિયાન અનેક મંદિરો પર પણ હુમલા થયા હતા. આ હિંસામાં ૨ હિન્દુઓ સહિત ૭ લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકા સ્થિત ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.