Western Times News

Gujarati News

આખરે ચીની યુદ્ધજહાજની તાઈવાનમાં એન્ટ્રી થઈ

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન યુદ્ધની વચ્ચે બીજી બાજુ ચીન અને તાઈવાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. ચીન અવારનવાર પોતાની સૈન્ય તાકાતનો પરચો તાઈવાનને આપતો રહે છે. શુક્રવારે એક ચીની એરક્રાફ્ટ કેરિયર સંવદેનશીલ તાઈવાનના જલડમરૂમમધ્યથી રવાના થયું છે, આ સમગ્ર ઘટના ત્યારે બની જ્યારે થોડા સમય બાદ જ ફોન પર ચીનના રાષ્ટ્રપતિ અને અમેરિકાના રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત થઈ છે.

તાઈવાનના રક્ષા મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ચીન સતત તાઈવાન પર પોતાનો દાવો કરતું આવ્યું છે. અને છેલ્લા બે વર્ષથી ચીન દ્વારા તાઈવાનની પાસે સૈન્ય ગતિવિધિ તેજ કરી દેવામાં આવી છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ તાઈવાન પર કબ્જાે કરવા માટે ચીન દ્વારા સતત બળપ્રયોગ કરવાની આશંકા વધી ગઈ છે. ચીન તાઈવાન પર પોતાનો દાવો કરે છે.

આ બાબતની પ્રત્યક્ષ જાણકારી રાખનાર એક સૂત્રએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું છે કે, વિમાનવાહક યુદ્ધજહાજ શેડોંગ તાઈવાન-નિયંત્રિત દ્વીપ કિનમેનની તરફ રવાના થયું છે. જે સીધા ચીની શહેર જિયામેનની સામે છે. સવારે લગભગ ૧૦.૩૦ વાગ્યે સીવી-૧૭ કિનમેનના દક્ષિણ પશ્ચિમમાં લગભગ ૩૦ સમુદ્રી માઈલની દૂર તેને જાેવામાં આવ્યું હતું.

તાઈવાનના રક્ષા મંત્રી તરફથી એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. પણ વિસ્તાર અંગે હજુ જાણકારી આપવામાં આવી નથી. ગત દિવસોમાં અમેરિકાના જાેઈન્ટ ચીફ્સ ઓફ સ્ટોકના પૂર્વ અધ્યક્ષ માઈક મુલેનને કહ્યું કે, તાઈવાન જલડમરૂમધ્યમાં શાંતિ અને સ્થિરતા બનાવી રાખવી ન માત્ર અમેરિકા, પણ દુનિયાના હિતમાં છે.

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે તાઈવાનની યાત્રા પર આવેલાં મુલેને કહ્યું કે, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ક્યારેય પણ આટલી વધારે મહત્વપુર્ણ નથી રહી. ગત દિવસોમાં ચીનની વચ્ચે ૯ વિમાનોએ તાઈવાનના એર ડિફેન્સ ઝોનમાં ઘૂષણખોરી કરી હતી.

યુક્રેન પર રશિયાના હુમલાની વચ્ચે આ પ્રથમ ઘટના હતી. આ અગાઉ ગત નવેમ્બરમાં ચીનના ૨૭ ફાઈટર પ્લેન તાઈવાનના હવાઈ ક્ષેત્રમાં ઘૂષણખોરી કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.