Western Times News

Gujarati News

ડાયરેક્ટર ગિરિશ મલિકના ૧૭ વર્ષીય પુત્રનું નિધન

મુંબઇ, એકબાદુ જ્યાં બોલીવુડ રંગો અને ગુલાલ સાથે હોળી પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યાં જ બોલીવુડથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, બોલીવુડના જાણીતા ડાયરેક્ટર ગિરિશ મલિકના પુત્રનું નિધન થઈ ગયું છે.

ખબર અનુસાર તોરબાજ ફિલ્મના ડાયરેક્ટર ગિરિશ મલિકના પુત્ર મનનનું મોત નિપજ્યું છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બિલ્ડિંગના પાંચમા માળેથી પટકાયા બાદ ગિરિશ મલિકના ૧૭ વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જાે કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ગિરિશ મલિકના પુત્રએ છલાંગ લગાવી છે કે પછી કોઈ અકસ્માત થયો છે.

ગિરિશ મલિકનું ઘર મુંબઈના અંધેરી વિસ્તાર સ્થિત ઓબરોય સ્પ્રિંગ્સ નામની એક બિલ્ડિંગમાં છે, જે ફેમ એડલેબ્ઝની વિરુદ્ધમાં છે. મનન આ બિલ્ડિંગમાં એ વિંગમાં રહેતો હતો. ઈ ટાઈમ્સની એક ખબર અનુસાર, એક સુત્રએ જાણકારી આપી છે કે મનન હોળીની ઉજવણી કરવા માટે ત્યાં ગયો હતો. તે બપોરે હોળી રમીને ઘરે આવ્યો હતો.

ઘટના બાદ મનને તાત્કાલિક સારવાર અર્થે કોકિલાબેન અંબાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પણ તેને બચાવી શકાયો ન હતો. સૂત્રએ જણાવ્યું કે, આ ઘટના લગભગ સાંજે ૫ વાગ્યાની આસપાસની છે. તોરબાજ ફિલ્મમાં ગિરિશ મલિકના પાર્ટનર રહેલાં પુનીત સિંહે આ ઘટનાની પુષ્ટિ કરી છે. પુનીત સિંહે આ ખબર પર મહોર મારતાં જણાવ્યું હતું કે, મિસ્ટર મલિકના પુત્ર હવે આ દુનિયામાં રહ્યા નથી.

પણ હું આ સમયે એ જણાવી શકતો નથી કે, હકીકતમાં શું થયું હતું. ગિરિશ મલિક બોલીવુડના જાણીતા નિર્દેશક છે. જેઓએ સંજય દત્ત સ્ટારર ફિલ્મ તોરબાજને ડાયરેક્ટ કરી હતી. ગિરિશ મલિકે બોલીવુડ ઈન્ડસ્ટ્રીને તોરબાજ અને જલ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તોરબાજ ફિલ્મના ડાયરેક્ટર ગિરિશ મલિકના પુત્રની ઉંમર માત્ર ૧૭ વર્ષ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.