Western Times News

Gujarati News

શાળામાં વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર એક સરકારી શાળાના શિક્ષકની ધરપકડ

ચેન્નાઈ, તમિલનાડુના મેલૂરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે શાળામાં વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર એક સરકારી શાળાના શિક્ષકની ધરપકડ કરી છે.

વિજ્ઞાનનો આ શિક્ષક ભણાવવાના નામે વિદ્યાર્થીનીઓ સાથે ગંદી વાત કરતો હતો. એટલું જ નહીં તેણે ૪૦થી વધુ વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કર્યું. આ મામલો ચીફ એજ્યુકેશન ઓફિસરની જાણકારીમાં પણ હતો પરંતુ તેમણે તેના પર કોઈ કાર્યવાહી કરી નહીં. હવે આ કુકર્મી શિક્ષક વિરુદ્ધ કાર્યવાહીની માગણી ઉઠી છે.

વેબસાઈટના અહેવાલ મુજબ શિક્ષક શાળામાં વિદ્યાર્થીઓને વિજ્ઞાન ભણાવતો હતો. ભણાવવાની આડમાં તે વિદ્યાર્થીનીઓ સાથે અશ્લિલ વાતો કરતો હતો. વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ પણ કરતો હતો.

ફરિયાદ થયા બાદ પણ જ્યારે અધિકારીઓએ કાર્યવાહી ન કરી તો કેટલીક વિદ્યાર્થીનીઓએ ચાઈલ્ડલાઈન ૧૦૯૮માં જાણ કરી. ત્યારબાદ શાળામાં વાલી શિક્ષક સંઘના એક સભ્યએ પણ ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ ટીચર પર પોક્સો એક્ટની કલમ હેઠળ કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી.

વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે અભ્યાસ દરમિયાન ટીચર શરીર, સેક્સ અને તે સંબંધિત અન્ય ચેપ્ટર વારંવાર ભણાવતો હતો. તેમને અશ્લિલ રીતે સમજાવતો હતો. આ સાથે જ તે સાથે સ્ટેથોસ્કોપ પણ રાખતો હતો. વિદ્યાર્થીનીઓને તે વારંવાર તેનો પ્રયોગ કરવાનું જણાવતો અને તે બહાને તેમના શરીરને ગંદી રીતે હાથ લગાવતો હતો.

વિદ્યાર્થીનીઓએ થોડા સમય પહેલા શાળા પ્રશાસનને આ અંગે સૂચના આપી તો કોઈ એક્શન લેવાયું નહીં. મદુરાઈ જિલ્લા પ્રમુખ શિક્ષણ અધિકારી (સીઈઓ)એ કહ્યું કે ફરિયાદ બાદ શિક્ષકને બીજી શાળામાં પ્રતિનિયુક્ત પર મોકલી દેવાયો હતો. ઈન્ટરનલ તપાસ ચાલુ હતી,

તેમનું કહેવું છે કે તપાસમાં ક્લિનચીટ મળ્યા બાદ ટીચરને ૧ ફેબ્રુઆરીના રોજ ફરીથી શાળામાં બહાલ કરી દેવાયો હતો. શાળાએ આવીને તેણે ફરીથી વિદ્યાર્થીનીઓનું શારીરિક શોષણ કરવાનું શરૂ કરી દીધુ હતું.

વિદ્યાર્થીનીઓએ ચાઈલ્ડ હેલ્પ લાઈન પર ફરિયાદ કરી, જિલ્લા બાળ સંરક્ષણ શાખાના અધ્યક્ષ ડોક્ટર વિજયા સરવનન, સભ્યો બી પાંડિયારાજા અને એમ આર શાંતિ સહિત જિલ્લા સીડબલ્યુસીના સભ્ય અને જિલ્લા બાળ સંરક્ષણ શાખાના સલાહકાર શાળાએ પહોંચ્યા.

તેમણે વિદ્યાર્થીનીઓની પૂછપરછ કરી અને શિક્ષક વિરુદ્ધ પોતાનો રિપોર્ટ આપ્યો. ત્યારબાદ એફઆઈઆર દાખલ કરીને શિક્ષકની ધરપકડ કરવામાં આવી.

બીજી બાજુ કેટલાક લોકોએ જિલ્લા કલેક્ટર એસ અનીષ શેષરે મદુરાઈના જિલ્લા મુખ્ય શિક્ષણ અધિકારી (સીઈઓ) આર સ્વામીનાથન વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ ૪૦ વિદ્યાર્થીનીઓના શારીરિક શોષણની વાત સામે આવી છે. તેમાંથી અનેક અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.