Western Times News

Gujarati News

ઈન્દોરમાં હોળીના કાર્યક્રમમાં યુવકે ડાન્સ કરતાં કરતાં પોતાને જ ચાકુના ઘા કર્યા

ઈન્દોર, ઈન્દોરના બાણગંગામાં હોળીના કાર્યક્રમમાં એક યુવક ડાન્સ કરતાં કરતાં એટલો ઉત્સાહમાં આવી ગયો કે પોતાની જાતને ચાકુ મારવા લાગ્યો હતો. ચાકુ શરીરમાં ઊંડે સુધી ઘૂસી ગયું. લોહીની ધારો થવા લાગી. હોસ્પિટલ પણ લઈ જવાયો હતો, પણ મોડી રાતે તેનું મોત થઈ ગયું હતું. મૃતક યુવક દરજીનું કામ કરતો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

બાણગંગા પોલીસ સ્ટેશનના યોગેશ કરાસિયાના જણાવ્યા મુજબ, બનાવ ગુરુવાર મોડી રાતે બન્યો હતો. અહીં ગોપાલ નારાયણ સોલંકી પોતાના મિત્રો અને પરિવારના સભ્યો સાથે હોળી હદન કાર્યક્રમમાં ડીજેના તાલે ડાન્સ કરી રહ્યો હતો.

તે ડાન્સ કરતાં કરતાં હાથમાં રહેલું ચાકુ પોતાને જ મારવા લાગ્યો હતો. ચાકુ શરીરમાં ઊંડે સુધી જતાં રહેતાં લોહી વહેવા લાગ્યું હતું. સ્થળ પર હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ગોપાલ પત્ની, પુત્ર અને માતા-પિતા સાથે રહેતો હતો. તમામ મિત્રોએ સાથે દારુ પીધો હતો. ચાકુ લઈને ફિલ્મ ગીત પર એક્શન કરીને પોતાના પર ચાકુ ચલાવવા લાગ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.