Western Times News

Gujarati News

તુર્કીએ શરૂ કર્યો વિશ્વનો સૌથી મોટો બ્રિજ : એશિયાથી યુરોપ પહોંચતા માત્ર 10 મિનિટ લાગશે

અંકારા, તુર્કીમાં દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બનીને તૈયાર છે.આ પુલનુ તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને ઉદઘાટન કર્યુ છે. આ પુલ એશિયા અને યુરોપને એક બીજાની સાથે જોડે છે.યુરોપ અને એશિયાના દરિયા કિનારાને જોડતા આ પુલને તુર્કી તેમજ દક્ષિણ કોરિયાની કંપનીએ 2.8 અબજ ડોલરના ખર્ચે તૈયાર કર્યો છે.

પહેલા વિશ્વ યુધ્ધમાં ફ્રાંસ તેમજ બ્રિટિશ સેના સામે 1915માં તુર્કીની નૌસેનાની જીતની વર્ષગાંઠે જ આ પુલનુ ઉદઘાટન કરતા તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યુ હતુ કે, આ પુલના કારણે દેશની ઈકોનોમીને મદદ મળશે.

જોકે ટીકાકારોએ આ પુલનો તુર્કીના આર્થિક સંકટ, પર્યાવરણના જોખમને આગળ ધરીતને વિરોધ કર્યો છે.  2023માં તુર્કીમાં થનારી ચૂંટણી પહેલા સર્વેક્ષણોમાં રાષ્ટ્રપતિ એર્દોગન અને તેમની પાર્ટીની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો છે.

માર્ચ 2017માં આ પુલનુ કામ શરુ કરવામાં આવ્યુ હતુ.જેમાં 5000થી વધારે કામદારો જોડાયેલા હતા.આ પુલનુ સંચાલન બિલ્ડ-ઓપરેટ અને ટ્રાન્સફર એગ્રિમેન્ટના આધારે કરાશે. તુર્કી અને યુરોપીય એશિયાઈ દરિયા કિનારેને જોડતો આ ચોથો પુલ છે.તેના ટાવર 318 મીટર ઉંચા છે અને પુલની લંબાઈ 4.6 કીમી છે. પુલનો સૌથી મોટો ફાયદો એ થશે કે જે મુસાફરી કરવા માટે પાંચ કલાક લાગતા હતા તે મુસાફરી હવે માત્ર 6 મિનિટમાં પુરી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.