Western Times News

Gujarati News

યુરોપિયન સ્પેસ એજન્સીએ રૂ. ૮૪૩૩ કરોડના મિશનમાંથી રશિયાને બહાર કાઢ્યું

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધથી નારાજ યુરોપિયન સ્પેસ એજન્સી ઇએસએ એ રશિયન સ્પેસ એજન્સી Roscosmosને તેના મંગળ મિશનમાંથી હાંકી કાઢ્યું છે. હવે આ મિશનમાં રશિયન વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની મદદ લેવામાં આવશે નહીં. આ મિશન લગભગ ૮૪૩૩ કરોડ રૂપિયાનું છે. જેમાં યુરોપિયન દેશોની સાથે રશિયાનો પણ સમાવેશ થતો હતો. ઈજીછ અને રશિયન સ્પેસ એજન્સી સપ્ટેમ્બરમાં ExoMars મિશન લોન્ચ કરવાની હતી.

ESAના ડાયરેક્ટર જનરલ જાેસેફ એશબાશરે કહ્યું કે ExoMars એક રોવર છે, જેને મંગળ પર ત્યાંના ઐતિહાસિક અને પ્રાચીન પર્યાવરણની તપાસ માટે મોકલવામાં આવનાર હતું, જેથી જીવનની ઉત્પત્તિ અને પુરાવા શોધી શકાય.

ઉપરાંત, ભવિષ્યમાં જીવનની શક્યતાઓ પર અભ્યાસ કરી શકાય છે. જાેસેફે કહ્યું કે હવે લોન્ચ કરવામાં સમય લાગશે. કારણ કે વર્તમાન પરિસ્થિતિ સારી નથી. યુરોપિયન દેશોએ રશિયાને આ મિશનમાંથી બહાર કરી દીધું છે. હવે આ રોવરના લોન્ચિંગને લઈને ફરીથી પ્લાનિંગ કરવામાં આવશે. તે મુજબ તૈયારી કરવામાં આવશે.

ExoMarsને રોઝાલિન્ડ ફ્રેન્કલિન નામ આપવામાં આવ્યું છે. તેની એસેમ્બલી યુકેમાં થઈ રહી છે. જે રશિયન રોકેટ પર લોન્ચ થવાનું હતું. જેને જર્મનીના અવકાશયાનમાં સેટ કરીને રોકેટમાં મૂકીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ર્નિણયથી યુરોપિયન સ્પેસ એજન્સીને મોટો ફટકો પડ્યો છે. પરંતુ રશિયાને વધુ નુકસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિઓને જાેતા, આ મિશન માટે આગામી લોન્ચ વિન્ડો ૨૦૨૪ છે.

ESA ExoMars ના પ્રક્ષેપણ માટે રશિયાને હાંકી કાઢ્યા પછી, આ રોવરને મંગળ પર કેવી રીતે પહોંચાડવું તેનો અભ્યાસ કર્યો છે. આ માટે હવે અમેરિકી સ્પેસ એજન્સી નાસા સાથે વાતચીત ચાલી રહી છે. જાેસેફ એશબશેરે કહ્યું કે યુએસ સ્પેસ એજન્સી આ પ્રોજેક્ટમાં સામેલ થવા તૈયાર છે. તે આ વૈજ્ઞાનિક મિશનમાં સંપૂર્ણ સહકાર આપવા માંગે છે.

યુરોપિયન સ્પેસ એજન્સીએ ૨૦૧૬માં રશિયાના સહયોગથી રોઝાલિન્ડ ફ્રેન્કલિન પહેલા ટ્રેસ ગેસ ઓર્બિટર લોન્ચ કર્યું હતું. આનો બીજાે ભાગ આ રોવર હતો. ટ્રેસ ગેસ ઓર્બિટર મંગળની આસપાસ પરિભ્રમણ કરી રહ્યું છે. આની મદદથી રોઝાલિન્ડ ફ્રેન્કલિનના સંચારને પૃથ્વી સાથે જાેડવામાં આવશે. ExoMars મંગળની સપાટી પર ૨ મીટર ઊંડે ડ્રિલિંગ કરીને જીવનના ચિહ્નો શોધશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.