Western Times News

Gujarati News

પંજાબમાં આમ આદમીના કુલ ૧૦ વિધાયકોને મંત્રીમંડળમાં સામેલ કરાયા

ચંડીગઢ, પંજાબમાં આમ આદમી સરકારના મંત્રીઓએ આજે શપથ લીધી. મંત્રીમંડળમાં કુલ ૧૦ વિધાયકોને સામેલ કરાયા છે. પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત પંજાબ કેબિનેટમાં સામેલ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મંત્રીમંડળની શપથવિધિ ચંડીગઢમાં યોજાઈ.

શપથવિધિ બાદ હવે બુધવારે બપોરે સાડા બાર વાગ્યે કેબિનેટની પહેલી બેઠક થશે. સૂત્રોનું માનીએ તો કુલતાર સિંહ સંધવા પંજાબ વિધાનસભાના સ્પીકર બનશે. તેઓ આમ આદમી પાર્ટીના વિધાયક છે. કુલતાર સિંહ સંધવા કોટકપુરાથી સતત બીજીવાર વિધાયક બન્યા છે.

સૌથી પહેલા હરપાલ સિંહ ચીમાએ શપથ લીધા. તેઓ દિરબાથી સતત બીજીવાર વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. પંજાબ યુનિવર્સિટીથી લોની ડિગ્રી લીધી છે. એક સમયે મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ હતા. ૨૦૧૭માં તેઓ આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા.ત્યારબાદડોક્ટર બલજીત કૌરે મંત્રીપદના શપથ લીધા. બલજીત કૌર પોલિટિકલ પરિવારથી આવી છે. મલોટ સીટથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે.

અકાલી દળના હરપ્રીત સિંહને તેમણે હરાવ્યા. મુક્તસરમાં ૮ વર્ષ સરકારી નોકરીમાં હતા. સ્વાસથ્ય મંત્રીની જવાબદારી મળવાના શક્યતા છે. તેઓ પૂર્વ સાંસદના પૂત્રી છે. હરભજન સિંહે મંત્રી પદના શપથ લીધા. તેઓ ઈટીઓ જંડિયાલા બેઠકથી ચૂંટાઈ આવ્યા છે.

કોંગ્રેસના સુખવિંદર સિંહ ડૈનીને ૨૫ હજારથી વધુ મતોથી હરાવ્યા છે. ૨૦૧૨માં પીસીએસ પાસ સરકારી ઓફિસર બન્યા હતા. ૨૦૧૭માં સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધુ હતું. ચોથા નંબરે ડોક્ટર વિજય સિંગલાએ મંત્રી પદના શપથ લીધા. તેઓ અગાઉ પણ પંજાબમાં મંત્રી રહી ચૂક્યા છે.

તેમણે સિદ્ધુ મૂસેવાલાને હરાવ્યા છે. તેઓ ડેન્ટલ સર્જન પણ રહી ચૂક્યા છે. વિજય સિંગલાએ ૬૩ હજારથી વધુ મતોથી જીત મેળવી છે. માનસા સીટથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે. લાલ ચંદ કટારૂચક્કે મંત્રી પદના શપથ લીધા. તેમણે ૧૨૦૦થી વધુ મતથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા. તેઓ આપનો મોટો દલિત ચહેરો પણ છે. ભોઆ બેઠકથી વિધાયક તરીકે ચૂંટાઈ આવ્યા છે.

બ્રહ્મ શંકરે શપથ લીધા. તેમણે શ્યામ અરોડને હરાવ્યા હતા. તેઓ કોંગ્રેસ છોડીને આપમાં સામેલ થયા હતા. હોશિયારપુર બેઠકથી ચૂંટાઈ આવ્યા છે. ઉદ્યોગમંત્રી શ્યામ અરોડને ૧૩ હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

ભગવંત માન કેબિનેટમાં આજે જે મંત્રીઓને શપથ લેવડાવ્યા તેમાંથી એમાત્ર મહિલા વિધાયક ડોક્ટર બલજીત કૌર છે. મંત્રીપદના શપથ લેતા પહેલા તેમણે કહ્યું કે પંજબાના લોકો અને પાર્ટી હાઈકમાનનો આભાર વ્યક્ત કરુ છું. આ આપની સારી માનસિકતા છે જેમણે એક મહિલાને કેબિનેટમાં સામેલ કર્યા છે.

હું મારા તમામ કર્તવ્યો પ્રમાણિકતાથી નિભાવીશ. એક મહિલા અને ડોક્ટર તરીકે હું મહિલાઓ અને સ્વાસ્થ્ય ક્ષેત્રના વિકાસ માટે કામ કરીશ. લાલજીત સિંહ ભુલ્લર, ગુરમીત સિંહ મીત હેયર, હરજાેત સિંહ બૈંસ અને કુલદીપ સિંહ ધારીવાલે પણ મંત્રીપદના શપથ લીધા.

રાજ્યપાલે આ તમામ વિધાયકોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. ૩૨ વર્ષના ગુરમીત સિંહે પણ મંત્રીપદના શપથ લીધા. તેઓ બરનાલા સીટથી વિધાયક છે. ગુરમીત સિંહ સતત બીજીવાર ચૂંટણી જીત્યા છે. તેઓ વ્યવસાયે એન્જીનિયર છે.

આપ ધારાસભ્ય લાલજીત સિંહ ભુલ્લરની ઉંમર ૪૦ વર્ષ છે અને તેઓ પટ્ટી બેઠકથી ચૂંટણી લડ્યા હતા. લાલજીત સિંહ ભુલ્લરે આદેશ પ્રતાપ સિંહને ચૂંટણીમાં માત આપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.