Western Times News

Gujarati News

રશિયાએ યુક્રેનના લ્વિવ પર મિસાઇલો છોડવામાં આવી

કીવ, લ્વિવના મેયર આન્દ્રે સદોવીએ શુક્રવારે ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે લશ્કરી વિમાનોનું સમારકામ કરતી ફેક્ટરી પર ઘણી મિસાઇલો છોડવામાં આવી હતી. તેમણે કહ્યું કે આ સાથે એરબસો રિપેર કરતી ફેક્ટરીને નુકસાન થયું છે, પરંતુ તેમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તેણે કહ્યું કે હુમલા પહેલા જ ફેક્ટરી બંધ હતી.

યુક્રેનિયન એરફોર્સના પશ્ચિમી કમાન્ડે ફેસબુક પર જણાવ્યું હતું કે કાળા સમુદ્રમાંથી લ્વિવ પર મિસાઇલો છોડવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે છ મિસાઈલ છોડવામાં આવી હતી જેમાંથી બેને તોડી પાડવામાં આવી હતી. યુક્રેનિયન એરફોર્સના પશ્ચિમી કમાન્ડે ફેસબુક પર જણાવ્યું હતું કે કાળા સમુદ્રમાંથી લ્વીવ પર મિસાઇલો છોડવામાં આવી હતી.

તેમાં કહેવામાં આવ્યું છે કે છ મિસાઈલ છોડવામાં આવી હતી જેમાંથી બે નાશ પામી છે. સ્થળની નજીક તૈનાત એક સૈનિકે જણાવ્યું કે સવારે છ વાગ્યાની આસપાસ ત્રણ વિસ્ફોટના અવાજ સંભળાયા. નજીકમાં રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે તેમનું ઘર વિસ્ફોટથી હચમચી ગયું હતું અને લોકો ગભરાઈ ગયા હતા.લ્વિવ અને તેની આસપાસના વિસ્તારો રશિયાના હુમલા હેઠળ આવ્યા છે. ગયા સપ્તાહના અંતમાં, શહેરની નજીક એક તાલીમ કેન્દ્ર પર થયેલા હુમલામાં લગભગ ત્રણ ડઝન લોકો માર્યા ગયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ વધારાની સૈન્ય સહાય પૂરી પાડવા બદલ યુએસ પ્રમુખ જાે બિડેનનો આભારી છે. ઝેલેન્સકીએ કહ્યું કે તે અમેરિકા પાસેથી સૈન્ય સહાય તરીકે મળેલા ઉપકરણોની માહિતી આપશે નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.