Western Times News

Gujarati News

વધતી પેટ્રોલની કિંમતોથી ત્રસ્ત યુવકે ઘોડો ખરીદી મહિનાના રૂ.૧૦ હજાર બચાવ્યા

ઔરંગાબાદ, મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. યુક્રેન-રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થવાની વાત કહેવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદની વાત કરવામાં આવે તો, ત્યાં પેટ્રોલ ૧૧૦ રૂપિયા પ્રતિ લીટર છે. રોજ વધતી કિંમતોથી હેરાન થઈને ઔરંગાબાદના શેખ યૂસૂફે પોતાની કારને ઘરમાં છોડીને ઘોડેથી ઓફિસ જવાનો ર્નિણય લીધો છે.

યૂસૂફે જણાવ્યું કે, ‘હું એક કોલેજમાં અસિસ્ટંટના રૂપમાં કામ કરું છું અને પેટ્રોલની વધતી કિંમતોનો વિરોધ કરવા માટે ઘોડાથી ઓફિસ આવવા-જવાનો ર્નિણય લીધો છે. હું માત્ર ઓફિસ જ નહીં, પણ અનેક વખત બજારમાં પણ ઘોડાને લઈને જ જાઉં છું, જેના કારણે પેટ્રોલના પૈસા બચી જાય છે અને સાથે જ હું પણ ફિટ રહુ છું.’

યૂસૂફે જણાવ્યું કે, તેના ઘોડાનું નામ ‘જિગર’ રાખ્યું છે. યૂસૂફે કહ્યું કે, ઘોડા માટે ટ્રાફિકની વચ્ચે ચાલવું ખૂબ જ મુશ્કેલ છે, હું માગ કરું છું કે, નગર નિગમે ઘોડા અને સાઈકલને વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ મોડના સ્વરૂપે વિકસિત કરવું જાેઈએ.

તેને આના માટે અલગ અલગથી ટ્રેક બનાવવાની માગ કરી છે.તેને આગળ કહ્યું કે, જ્યારે સરકાર પેટ્રોલ સસ્તું નહીં કરશે તો આપણી પાસે બીજાે કોઈ વિકલ્પ નથી. રોજ ઘોડા પર યાત્રા કરવાથી હ્રદય સંબંધિત બીમારીઓ થતી નથી.

યૂસૂફે આ ઘોડો લોકડાઉનમાં તેના એક સંબંધી પાસેથી ૪૦ હજાર રૂપિયામાં ખરીદી કર્યો હતો. યૂસૂફને બાળપણથી જ ઘોડેસવારી પસંદ હતી. કોરોના કાળમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો સેફ નથી. તેમજ, પોતાની ગાડી ચલાવવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ જ વધારે છે. તેવા સમયે ઘોડેસવારીને સૌથી સારો વિકલ્પ માન્યો અને હવે તે શહેરના રસ્તાઓ પર ઘોડો દોડાવતો જાેવા મળે છે.

યૂસૂફ શેખના મુજબ, ઘોડાને કોલિક (પેટનો દુઃખાવો)ની સમસ્યા થાય છે, એટલે જ દૈનિક તેના મળમૂત્રનું ધ્યાન રાખવું પડે છે, તેને ઠંડી અને ગ્રીન વસ્તુઓ જ ખાવા માટે આપવી પડે છે, જેમાં ઘાસ પણ શામેલ છે. મહાનગરપાલિકાના હોસ્પિટલમાં તેની ફ્રીમાં સારવાર થઇ છે.

તે ઔરંગાબાદના વાઈબી ચવ્હાણ કોલેજમાં કામ કરે છે. કોલેજના કેમ્પસમાં ઘાસ છે, જેને ઘોડો રોજ ખાય છે.જ્યારે કોઈ પણ લગ્નમાં જવાનું હોય છે, ત્યારે તેનો પરિવાર ઓટો રિક્ષાથી જાય છે, પણ તે પોતાના ઘોડાને જ લઈને જાય છે. આ ઘોડો ખૂબ જ સમજદાર છે અને ટ્રાફિક સિગ્નલ જાેઇને પોતે જ ઉભો રહી જાય છે. શાંતિપ્રિય હોવાની સાથે જ આ વફાદાર પણ છે અને જ્યારે કોઈ તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે અવાજ કાઢે છે.

યૂસૂફ શેખના અનુસાર, તે દિવસમાં ૨૫ કિલોમીટરની ઘોડેસવારી કરે છે. પહેલા કારથી આવવા-જવામાં દિવસનો અંદાજે ૧૫૦ થી ૨૦૦ રૂપિયા પેટ્રોલનો ખર્ચ થતો હતો. આ ઉપરાંત, કારના મેન્ટેનેન્સ માટે તે મહિનામાં ૫ હજાર રૂપિયા ખર્ચ કરતો હતો.

મહિનાનો અંદાજે ૧૦ હાજર રૂપિયા ખર્ચ થવાના કારણે યૂસૂફે વિચાર્યું કે, નાની નોકરીમાં જાે ૧૦ હજાર માત્ર આવવા-જવામાં ખર્ચ થઇ જશે તો, પરિવાર કેવી રીતે ચાલશે? આ જ કારણે ઘોડેસવારીને પરિવહનનું સાધન બનાવ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.