Western Times News

Gujarati News

જમ્મુ- કાશ્મીરમાં CRPFની જરૂર નહીં પડેઃ અમિત શાહ

ગૃહમંત્રી શાહે સીઆરપીએફના ૮૩માં સ્થાપના દિવસ પર જમ્મુમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના મુદ્દે દિવસેને દિવસે મોટી ઘટનાઓ બની રહી છે. ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થયા બાદ ઘાટી પરની ચર્ચાએ જાેર પકડ્યું છે. Union Minister for Home and Cooperation, Shri Amit Shah attended the 83rd Raising Day celebrations of the Central Reserve Police Force (CRPF) as the Chief Guest in Jammu on 19th March 2022.

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની તૈનાતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી શાહે સીઆરપીએફના ૮૩માં સ્થાપના દિવસ પર જમ્મુમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની જરૂર નહીં રહે.

ગૃહમંત્રી શાહે જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સીઆરપીએફએ માત્ર ઘાટીમાં આતંકવાદ સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી નથી, પણ કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પણ કામ કરવામાં આવ્યું છે.

સીઆરપીએફએ જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટ અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાનદાર કામગીરી કરી છે. મને ખાતરી છે કે આવનારા કેટલાક વર્ષોમાં આ ત્રણેય વિસ્તારોમાં સીઆરપીએફની જરૂર નહીં રહે. આનો તમામ શ્રેય સીઆરપીએફને જશે.

સીઆરપીએફની પ્રશંસા કરતા શાહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો સુધારો થયો છે. સીઆરપીએફ જવાનોને સંબોધતા તેમણે કલમ ૩૭૦ અને ૩૫છ હટાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકોને આનો ફાયદો થયો છે. જણાવીએ કે આ પ્રથમ વખત છે જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની બહાર જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સીઆરપીએફ જવાનોને સંબોધતા અમિત શાહે કહ્યું કે હું સીઆરપીએફ જવાનો અને તેમના પરિવારજનોને મારી શુભકામનાઓ પાઠવું છું. હું સીઆરપીએફના શહીદોને શ્રદ્ધાંજલિ આપુ ં છું. ઐતિહાસિક શહેર જમ્મુમાં સીઆરપીએફના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌ પ્રથમ હું માતા વૈષ્ણો દેવીને નમન કરવા માંગુ છું. અમિત શાહે કહ્યું કે જમ્મુ તે સ્થાન છે જ્યાં પં. પ્રેમનાથ ડોગરા અને ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક રાષ્ટ્ર, એક ધ્વજ, એક બંધારણ માટે ચળવળ શરૂ કરી હતી. અમને ખુશી છે કે અમે ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાને પૂર્ણ કરી શક્યા.

અમિત શાહે કહ્યું કે સીઆરપીએફએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને આતંકવાદ સામેની લડાઈમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે નક્સલ પ્રભાવિત વિસ્તારો હોય કે કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ સામે લડતા હોય, કે પૂર્વોત્તર, સીઆરપીએફએ દેશની રક્ષા માટે કોઈ કસર છોડી નથી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.