Western Times News

Gujarati News

શાંતિપૂર્ણ માહોલમાં હેડ કલાર્કની પરીક્ષા પૂર્ણ થઈ

Gujarat Univercity CCC exam cancelled

પ્રતિકાત્મક

ગાંધીનગર, રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ૧૮૬ જગ્યા માટે રાજ્યના મુખ્ય સાત જિલ્લાના ૭૮૬ કેન્દ્રો પર પરીક્ષા લેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં પેપર લીક થતાં હેડ કલાર્કની પરીક્ષા રદ કરાઈ હતી. જાે કે, ફરીથી પરીક્ષાનું આયોજન કરાતા ઉમેદવારોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. રવિવારે લેવાયેલી પરીક્ષામાં કોઈ ગેરરીતિ થઈ હોય તેવા કોઈ અહેવાલ હજી સુધી મળ્યા નથી. એટલે એવું કહી શકાય છે કે, પરીક્ષા સારી રીતે સંપન્ન થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પેપરને લઈને કોઈ ગેરરીતિ ન થાય તેના માટે ખાસ નિર્દેશ અપાયા હતા. ડિસેમ્બરમાં પેપર ફૂટતા પરીક્ષા મોકૂફ રખાઈ હતી અને હવે ફરીથી યોજાતા સંપન્ન થઈ. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષાર્થીઓ જણાવ્યું કે, પેપર લીક થયા બાદ સરકારે જે પગલાં લીધે તેના અમે ખુશ છીએ પરંતુ હજી પણ અમારી રિકવેસ્ટ છે કે,

પેપર લીક ન થાય તે માટે કડક કાયદો લાવવામાં આવે જેથી કોઈ આવું કૃત્ય કરતા પહેલા પણ બે વાર વિચાર કરે. હેડ કલાર્કની જ નહીં પરંતુ બધી પરીક્ષાઓ આ રીતે જ લેવામાં આવે તેવું અમે ઈચ્છીએ છીએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા રવિવારે લેવામાં આવનાર હેડ કલાર્કની પરીક્ષામાં પેપર ફુટવાની કે ગેરરિતીની કોઈ ઘટના ન બને તે માટે ફુલપ્રૂફ આયોજન કરવામાં આવ્યુ હતું.

પરીક્ષાનાં પેપરો ટ્રેઝરીનાં સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા. આજે લેવાયેલી પરીક્ષા જીપીએસસી પેટર્નથી લેવામાં આવી હતી. જેનાથી વિદ્યાર્થીઓ પણ સંતુષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.