Western Times News

Gujarati News

આંગણવાડી વર્કરોની પડતર માંગણીઓ મુદ્દે રેલી પહેલા જ કરાઇ અટકાયત

અમદાવાદ, સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન દ્વારા આંગણવાડી, આશા, ફેસીલીએટરોની માંગણીઓને સરકારે ધ્યાન પર ન લેતા રેલી કાઢી વિરોધ કરશે. જાેકે, રેલીની મંજૂરી મળી નથી. તેમ છતાં પણ રેલી કાઢવા માટે આંગણવાડી, આશા, ફેસીલીએટરો રેલી કાઢવા માટે મક્કમ હતા. પરંતુ રેલી શરૂ થાય તે પહેલાં જ અટકાયત કરી લેવામાં આવી છે.

અમદાવાદ એલીસબ્રિજ, ટાઉન હોલથી નીકળી નહેરૂબ્રિજ,રૂપાલી સિનેમાથી ખાનપુર જે.પી. ચોકમાં સભા કરવાના હતા. તે પહેલા અટકાયત કરી લેવામાં આવી છે.

આંગણવાડી, આશા, ફેસીલીએટરોનો આક્ષેપ છે કે, બજેટમાં પગાર વધારો કરવામાં આવ્યો નથી. પડતર માંગણી નિકાલ કરવામાં આવ્યો નથી. જેને લઇ સેન્ટર ઓફ ઈન્ડીયન ટ્રેડ યુનિયન્સનાં નેજા હેઠળ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા હેલ્થ વર્કસ યુનિયન સરકાર સામે વિરોધ વ્યક્ત કરવા આવ્યો છે.

આશા વર્કર અને ફેસીલીએટર બહેનોની પોતાની પડતર માંગણીઓનો સ્વીકારવામાં આવ્યો નથી. સીટુના મહામંત્રી અરૂણ મહેતાએ જણાવ્યું છે કે, આંગણવાડી આશા વર્કરો અને ફેસીલીએટર બહેનો કોરોનામાં જીવના જાેખમે , તમામ સરકારી ઓફિસો બંધ હતી,

ભયનો માહોલ હતો ત્યારે પણ ગુજરાતની જનતાની સેવા બજાવી હોવા છતાં, બજેટમાં એક પણ માંગણીની જાહેરાત કરાઈ નથી . લઘુતમ વેતન આપવા, કાયમી અને ફીકસ પગારદાર બનાવવા , પેન્શન ગ્રેચ્યુઈટી , પ્રો . ફંડનો લાભ આપવા, ફાટી ગયેલ યુનિફોર્મ નવા આપવા , નિવૃતિ વય મર્યાદા ૬૦ કરવા ,

પ્રમોશનો આપવા સહિતની માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે. રોજ આઠથી દશ કલાકની કામગીરી કરતી હોવા છતાં , આંગણવાડી હેલ્પરને મહિને માત્ર રૂ ૩૯૦૦ આંગણવાડી વર્કરને રૂા .૭૮૦૦, આશા વર્કરને રૂ. ૩૦૦૦ , ફેસીલીએટર, સુપરવાઈઝરને રૂ. ૮૦૦૦ ચૂકવાય છે.

પોલીસ પાસે મંજૂરી માંગી હતી તેનો જવાબ પણ આપવામાં આવ્યો નથી રેલી કરવાની કે નહીં.રેલી પહેલા બહેનોની અટકાયત કરી લેવામાં આવી છે. આંગણવાડી, આશા, ફેસીલીએટરો જણાવ્યું છે કે, બજેટની જાહેરાત મુજબ સગર્ભાને ૧ કિલો તેલ , ૧ કિલો તુવેરદાળ, બે કિલો ચણાદાળ, આપવાની કામગીરી આ બહેનો સોંપવામાં આવેલ છે. આ કામગીરીનું સરકારે બનાવેલ એપ્લીકેશન ચાલતી જ નથી. આંગણવાડી અને હેલ્થ સેન્ટરનાં રેકર્ડ ઉપરથી પુરવઠા વિભાગે આપવું જાેઈએ .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.