Western Times News

Gujarati News

લુપ્ત થતી ચકલીઓના અસિતત્વ ને બચાવવા આ વ્યક્તિએ બીડું ઝડપ્યું

અબોલ જીવ માટે સુકા રણમાં મીઠી વીરડી એટલે ઇન્દુ પ્રજાપતિ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ૨૦ માચૅ એટલે વિશ્ર્‌વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ ઊજવવાથી કે મનાવવાથી તારીખ ૨૦ માર્ચ જાહેર કરવાથી ફાયદો શું? ત્યારે કવિ ઉમાશંકર જાેશી ની જન્મ ભૂમિ એટલે બામણા પુનાસણ અને ત્યાં આવેલી એક સંસ્થા એટલે શ્રવણ સુખધામ ના પ્રણેતા (આધસ્થાપક) ઇન્દુ એસ કે પ્રજાપતિ એ લુપ્ત થતું જતું

સોહામણું પક્ષી ચકલી ને બચાવવા માટે છેલ્લા ૫ વર્ષ થી એક મજબૂત અભિયાન દ્રારા મુહીમ છેડી છે જેમાં સાબરકાંઠા અરવલ્લીનાં ડુંગરોને અને ગરમીને ધ્યાનમાં રાખી ચકલીઓને રહેવા માટે માળા અને પાણીના કુંડા નું વિતરણ ૧૪ જાન્યુઆરી થી લઈ ને ખુલ્લું મૂકવામાં આવે છે જે ૩૬૫ દિવસ અવિરત સંસ્થા પર શરું હોય છે.

એક પણ રૂપિયો લીધાં વગર ૨૦ માર્ચ શાળા કોલેજાેમાં ભણતા વિદ્યાર્થીઓ ને ચકલી વિશે માહિતી આપી ને ચકલીઓના રહેવા માટે નાં માળા અને પાણીના કુંડા વિહંગ નો વિસામો અભીયાન દ્રારા વિતરણ કરવામાં આવે છે.આજે શહેરમાં વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે અને ગામડાઓમાં દેશી મકાનો તોડી સિમેન્ટ કૌકિટ ના બની રહ્યા છે

જે ચકલી નું ચકલીનું અસ્તિત્વ ખોઈ નાખવા માટે નું મુખ્ય કારણ છે ચકલી ઝાડ પર માળો ગોસલામા અને જુના દેશી મકાનની છતમાં મનુષ્ય ની વચ્ચે રહેનારું પક્ષી છે અને આ ચકલીઓ ટેકનોલોજી ના યુગમાં વૃક્ષો ઘટવાને કારણે મોટી મોટી બિલ્ડીંગો બનવાના કારણે મોબાઇલ ટાવરો ના રેડીયેશન ને લીધે લૂપ્ત થઈ રહી છે

ત્યારે શહેરોમાં આ ચકલી દરેક ના ઘરે ઘરે પુનઃ જાેવા મળે તે હેતુથી આ અભિયાન ને વેગ આપેલો છે અત્યાર સુધીમાં ૬૫૭૪૫ કુંડા અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ થયું છે.આ અભિયાન ને વેગવંતુ બનાવવા શોશિયલ મીડીયામાં જેનો પ્રચાર પ્રસાર કરવા માટે ગુજરાત ના નામાંકિત કલાકારો લોકગાયક અને સાહિત્યકારો ને વિનંતી કરવામાં આવી હતી.

જેમાં ગુજરાત પ્રજાપતિ સમાજ ના નામાંકિત લોકગાયિકા કુમારી કિરણ પ્રજાપતિ રાજકોટ અને લોક સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ એ સૌથી પહેલ કરી આ અભિયાન ને વેગવંતુ બનાવ્યું હતું આ ઉપરાંત ગુજરાત ના નામાંકિત કલાકારો માયાભાઈ આહિર હિરજી મેક્સ વનિતા બેન પટેલ (કચ્છ) રશમીતાબેન રબારી દેવીકાબેન રબારી (બ.કા) ઘનશ્યામભાઈ ઝુલા ધનશયામ લાખાણી રાજભા ગઢવી,

માનષી કુમાવત રાજસ્થાન આ તમામ કલાકારો એ પોતાના આગવી શૈલીમાં વિડિયો બનાવી વહેતાં મૂકેલા છે.અને જેનો ખુબ મજબૂત પ્રતિભાવ આ અભિયાનને મળેલો છે અરવલ્લી (સા.કા) નું અબોલ જીવ નું ભેખધારી નારી રત્ન ઇન્દુ પ્રજાપતિ જે હરહંમેશ સમાજ ની બેન દિકરીઓ ની સેવાથી અબોલ જીવ ની સેવા ના મસિહા તરીકે ઓળખાતા થયાં છે

પોતાના જીવનનો એક મોટો મંત્ર અને ધમૅ ગણેલો છે કે અબોલ જીવ ને આહાર આશરો અને પાણી આપવું એ આપણો ધમૅ છે સાથે સાથે જીવનનો સુવિચાર છે કે માનવ માત્ર ને મદદરૂપ ના થાવ તો વાંધો નહીં પણ અડો નહીં નડો નહીં અબોલ જીવના મસીહા ઇન્દુ પ્રજાપતિ ને આજે પક્ષીઓ ઓળખીતા અને મિત્રો બન્યાં છે કે

જેમને સંસ્થા ના કેમ્પસ માં જાેઈને કલબલાટ કરી આવકારે છે ઇન્દુ પ્રજાપતિ કહે છે કે અબોલ જીવ પશુ પક્ષી માણસ ને ઓળખી શક્યો છે પણ માણસ માણસને ઓળખી શક્યો નથી સૂકા રણ ની મીઠી વીરડી બની ઈનદુ પ્રજાપતિ એ છેવાડાના માનવી સુધી જીવદયા પ્રેમ નો સંદેશો પહોંચાડયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.