Western Times News

Gujarati News

કોર્ટના હુકમનુ પાલન નહી કરનાર રેલવેના કર્મચારી સામે કાર્યવાહી

(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં શહેરા ભાગોળ રેલવે ફાટક પર ગેટ મેન તરીકેની સરકારી નોકરી કરવા છતાં ગોધરા કોર્ટે તેને કરેલ વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાના કોર્ટના હુકમનો પાલન ન કરતા આખરે હુકમનો પાલન કરાવવા ગોધરા સિવિલ કોર્ટે રેલવે કર્મચારીને ૧૦ દિવસ માટે સિવિલ જેલમાં મોકલી આપેલ છે-

સામાન્ય રીતે દરેક સરકારી કર્મચારી સરકારના તમામ નિયમોનું પાલન કરવા જવાબદાર હોય છે . તેમ છતાં ગોધરાના રેલવેમાં શહેર ભાગોળ રેલવે ફાટક પર ગેટ મેન તરીકેની નોકરી કરતા સાદિક સિરાજભાઈ શેખ એ અરજદાર જયપાલભાઈ વિશનદાસ તારાણી રહેવાસી ગોધરા નાઓ પાસેથી કરજે લીધેલ રકમ રૂપિયા ૫૦૦૦૦ વાર્ષિક ૧૦ ટકાના વ્યાજ શહિત ચૂકવી આપવાનો ગોધરા સિવિલ કોર્ટે હુકમ કરેલ હતો નામદાર કોર્ટનો હુકમ હોવા છતાં સાદીક્ભાઈએ તે હુકમનો પાલન કરેલ નહિ

આખરે અરજદાર જયપાલભાઈએ કોર્ટનો હુકમનો અમલ કરાવવા ગોધરા સિવિલ કોર્ટમાં ધરખાસ્ત અરજી કરી હતી તે કેસમાં સામાવાળા સાદીક્ભાઈને કોર્ટ દ્વારા પૂરતી તકો આપવા છતાં કોર્ટના હુકમ મુજબની રકમ રૂપિયા ૫૭૩૫૩ ભરપાઈ કરેલી નહિ

તેથી આખરે તે કેસમાં ગોધરાના બીજા એડી સિવિલ જજ ની કોર્ટે અરજદાર તરફે એડવોકેટ અશોક સામતાણી ની દલીલોને દયાનમાં લઈને કરજદાર સાદિક સિરાજ શેખ ની ધરપકડ કરીને તેને ગોધરા કોર્ટમાં આવેલી સિવિલ કોર્ટની જેલમાં હાલ પૂરો ૧૦ દિવસ ની જેલ નો હુકમ કરીને જેલમાં મોકલી આપેલ છે . જાે ૧૦ દિવસમાં સામાવાળા કોર્ટના હુકમ મુજબની બાકી લેણી રકમ ભરપાઈ નહિ કરે તો આ જેલની સજા વધારાઈ પણ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.