Western Times News

Gujarati News

વિરપુરમાં પાક વેચાણ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા

(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકામાં APMC માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે.

જેમાં APMCના માર્કેટિંગ યાર્ડ ચેરમેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રીફળ વિધિ કરી આ ટેકાના ભાવની ચણાની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો રવિસિઝનના પાકોના વાવેતરને લઇને ખેડૂતોને ખેત ઉપજના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા ચણા, તુવેર અને રાયડાના લઘુત્તમ ટેકાના ભાવો નિર્ધારીત કરી પોષણક્ષમ ભાવે ખરીદી કરવાનો ર્નિણય લીધો છે

જેને લઇને વિરપુર તાલુકાના શિયાળુપાકની ખેતી કરતા ખેડૂતોમાં ટેકાના ભાવ મળી રહેવાની આશા જાગી છે વિરપુર તાલુકાના ત્રણેય ખેતસિઝન પકવતા ખેડૂતોને કેટલીક વખત પુરતા ભાવો ન મળતા કૃષિકાર્યો પાછળ વેઠેલા સમય અને નાણાંનો મોટો દુર્વ્યય વેઠવાનો વારો આવતા તેઓના માથે આર્થિક સંકટ તોળાઇ રહે છે

જાેકે દિવાળી પૂર્વે ડાંગર, બાજરી, મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો ર્નિણય લેવાયા બાદ એપીએમસી માર્કેટો પર ખરીદી પ્રક્રિયા હાથ ધરાઇ છે ત્યારે વિરપુર એપીએમસીમાં માર્કેટ યાર્ડમાં ચણાની ખરીદી પ્રારંભ કરવામાં આવ્યો હતો વિરપુર અને બાલાસિનોર

તાલુકાના ૩૮૪ ખેડૂતો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસે ખેડૂતો પોતાના ચણા વેચવા માટે દોડી આવ્યા હતા ચણાની ખરીદીના પ્રથમ દિવસે ૭૪.૫ મેં.ટન ચણાની આવક નોંધાઇ હતી આ કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન પટેલ બાલુભાઈ પી, સેક્રેટરી પ્રણવભાઈ એચ પટેલ, કમિટી સભ્ય રાધુસિંહ પરમાર, જયંતીભાઈ પટેલ, રજનીભાઇ પટેલ ગુજકોમાસોલ પ્રતીનીધી અમિતભાઈ ભરવાડ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચણાની ખરીદી પ્રારંભ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.