Western Times News

Gujarati News

SGVP કેમ્પસ ખાતે શ્રી ધર્મજીવન ગાથા વિમોચન પ્રસંગે ભાવવંદના પર્વ કાર્યક્રમ યોજાયો

સ્વામિનારાયણના સત્સંગીઓ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે : વડાપ્રધાનશ્રી

શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં યથાર્થ રીતે ઝીલી ધર્મજીવનસ્વામીજી એ સમાજ ઘડતર કર્યું : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્,અમદાવાદ દ્વારા આયોજીત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્ર શ્રી ધર્મજીવન ગાથા નું વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી સૌ સદ્ગુરુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.

અમદાવાદમાં SGVP કેમ્પસ ખાતે શ્રી ધર્મજીવન ગાથા વિમોચન પ્રસંગે ભાવવંદના પર્વ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.

PM Narendra Modi’s remarks at Bhaav Vandana Parv organised by SGVP Ahmedabad Gujarat

પ્રધાનમંત્રીએ ગુજરાતીમાં લોકોને સંબોધન કર્યુ હતું અને સૌને જય સ્વામિ નારાયણ કર્યા હતા.  ગુરૂદેવ શાસ્ત્રીજીની અને તેમની સાધના, સમર્પણને ખુબ સરસ રીતે મઠારી, શ્રી ધર્મ ગાથા રૂપે પ્રેરક ગ્રંથ માધવપ્રિય સ્વામીએ અર્પિત કર્યો છે. તમારા બધા વચ્ચે રહી મેં કાર્યક્રમનો લાભ લીધો છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા,  રૂત્વીજ પટેલ, ભરત પંડયા, બાબુભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્ય માટે માધવપ્રિય સ્વામીએ જે મહેનત કરી છે, તે બદલ હું અભિનંદન આપુ છું. અને સૌ સત્સંગીઓ વતી તેમનો આભાર માનું છે. સાહિત્યના રૂપમાં આ ગ્રંથ નાની નાની અનેક વાતો છે જે એક નિર્લેપ જીવન અને સમાજને પ્રેરણા આપે અને તપસ્યાની પ્રાણશકિત અનુભવી શકીએ.

શાસ્ત્રીજી મહારાજના જીવનને આપણી બધી પેઢી, પરિવાર સમજે જાણે. શાસ્ત્રીજી કહેતા હતા, જે પણ કાંઈ કરીએ તે સૌના હિતમાં હોય.

 

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે સ્થિત SGVP ગુરુકુળ ખાતે આયોજિત ભાવવંદના પર્વને સંબોધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, તેમણે આપેલા “સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિશ્વાસ”ના સૂત્ર મૂળમાં પૂજ્ય શાસ્ત્રીજી -સ્વામી ધર્મજીવનદાસજીનો વિચાર રહેલો છે.

આ અવસરે સ્વામીશ્રી માધવપ્રિયદાસજી લિખિત ધર્મજીવન ગાથા ગ્રંથના વિમોચન પ્રસંગે વિશાળ જનમેદનીને વર્ચ્યુઅલી સંબોધતા વડાપ્રધાનશ્રીએ કહ્યું કે , સ્વામીનારાયણ સંપ્રદાય ના સત્સંગીઓ સ્વદેશીનો વિચાર અપનાવી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે.

તેમણે સંતગણને સત્સંગીઓના પરિવારજનોની સામૂહિક શક્તિને જોડી આઝાદીના અમૃત મહોત્સવમાં યોગદાન આપવા માટે પણ અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે સ્વચ્છ ભારતના નિર્માણમાં સત્સંગીઓની સામૂહિક શક્તિ ઘણી ઉપયોગી થઈ પડે તેમ છે.

વડાપ્રધાનશ્રીએ કહ્યું કે ,આપણી ગુરુકુળ પરંપરા એ ભવ્ય ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યને જોડતી કડી છે.
આ અવસરે સ્વામી શ્રી માધવપ્રિયદાસજીના હસ્તે લિખિત “ધર્મજીવન જીવનગાથા” ગ્રંથની પ્રથમ નકલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ,સ્વામી શ્રી ધર્મજીવનદાસજીએ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધવામાં આવેલા શિક્ષાપત્રીના સંદેશને જીવનમાં ઝીલીને સમાજ ઘડતરનું કાર્ય કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે ભારતની ગુરુકુળ પરંપરાનો ઉલ્લેખ કરતા કહ્યું કે , ગુરુકુળ પરંપરાને પુનઃ પ્રસ્થાપિત કરી આપણે” શ્રેષ્ઠ ભારત”ની સંકલ્પના સાકાર કરી શકીએ તેમ છીએ. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સમાજને વ્યસનમુક્ત બનાવવામાં સ્વામિનારાયણ સંપ્રદાયએ ભજવેલી ભૂમિકાની પણ સરાહના કરી હતી.

આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીશ્રી પરસોતમભાઈ રૂપાલા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ , દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એન પટેલ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત ગણ તેમજ વિશાળ સંખ્યા માં હરિભક્તોઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.