Western Times News

Latest News from Gujarat

ઉદ્વવ ઠાકરેએ AIMIMના જોડાણ માટેની દરખાસ્તને નકારી કાઢી

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાને ‘હિંદુવાદી’ પાર્ટી ગણાવી હતી. તેમણે એઆઈએમઆઈએમના જાેડાણ માટેની દરખાસ્તને પણ નકારી કાઢી, તેને શિવસેના અને મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું. અહીં પક્ષના સાંસદો અને પદાધિકારીઓની બેઠકને સંબોધતા શિવસેના પ્રમુખ ઠાકરેએ હિન્દુત્વ અને અન્ય મુદ્દાઓ પર ભૂતપૂર્વ સહયોગી ભાજપ પર પ્રહારો કર્યા.

તેમણે કહ્યું કે એઆઇએમઆઇએમ સાથે ગઠબંધનની માંગ કોણે કરી છે ? આ ભાજપનો ગેમ પ્લાન છે. તે તેમના ષડયંત્રનો એક ભાગ છે. એઆઇએમઆઇએમ અને ભાજપ વચ્ચે મૌન સમજૂતી છે. શિવસેનાના હિન્દુત્વ પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે એઆઇએમઆઇએમને શિવસેનાને બદનામ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પહેલા શનિવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના સાંસદ ઈમ્તિયાઝ જલીલે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે તેમની પાર્ટી શિવસેનાના નેતૃત્વવાળી MVA સાથે ગઠબંધન કરી શકે છે. આના પર, એનસીપીઅને કોંગ્રેસે કહ્યું હતું કે એઆઇએમઆઇએમએ સાબિત કરવું પડશે કે તે એક સમાન વિચારધારાવાળી પાર્ટી છે અને ભાજપની બી-ટીમ નથી.

તે જ સમયે, રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે ૨૨ માર્ચથી શિવસેના મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા ક્ષેત્રના ૧૯ જિલ્લાઓમાં ‘શિવ સંપર્ક અભિયાન’ કાર્યક્રમ શરૂ કરશે. તેનો હેતુ લોકોને ભાજપની ભ્રમણાથી વાકેફ કરવાનો છે.

રાઉતના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેના ક્યારેય AIMIM સાથે હાથ નહીં મિલાવશે. તેમની પાર્ટી ઔરંગઝેબની કબર સમક્ષ નમન કરનારાઓ સાથે ક્યારેય જાેડાઈ નથી અને ક્યારેય જાેડાશે નહીં.

રાઉતના જણાવ્યા અનુસાર, ઉદ્ધવે કહ્યું કે મુખ્યમંત્રીએ શિવસેનાના નેતાઓને પાર્ટી દ્વારા પ્રમોટ કરવામાં આવેલા હિન્દુત્વ પર શંકા કરનારાઓથી દૂર રહેવા કહ્યું છે.

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી સાથે જાેડાણની એઆઇએમઆઇએમની ઓફરનો જવાબ આપતાં શિવસેનાને જન સેના ગણાવી હતી. તેના જવાબમાં ઠાકરેએ કહ્યું કે શિવસેના હંમેશા માને છે કે હિન્દુત્વ રાજકારણથી ઉપર છે. સેના શું છે? શિવસેના એક કટ્ટર હિન્દુત્વવાદી સંગઠન છે.

હિન્દુત્વ હતું અને રહેશે. તેમણે કહ્યું કે શિવસેનાના હિંદુત્વમાં કોઈ ભેળસેળ નથી. ભાજપે જમ્મુ અને કાશ્મીરમાં (૨૦૧૫માં) પાકિસ્તાન તરફી અને અલગતાવાદી પીડીપી સાથે મળીને સરકાર બનાવી હતી.

રાઉતના જણાવ્યા અનુસાર, ઉદ્ધવે કટાક્ષમાં કહ્યું કે તે ક્રાંતિકારી ગઠબંધન (પીડીપી-ભાજપ વચ્ચે) હતું જેણે દેશને નવી દિશા આપી. હવે જનતાને કહીશું કે અસલી જનાબ સેના કોણ છે. બેઠકમાં, ઠાકરેએ યાદ કર્યું કે આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે જેઓ મુસ્લિમો વિરુદ્ધ પગલાં લે છે તેઓ સાચા હિન્દુત્વવાદી નથી અને તેમને હિન્દુ કહી શકાય નહીં.

રાઉતના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી પર એમવીએ દ્વારા રાજ્યપાલના ક્વોટામાંથી એમએલસી તરીકે નિયુક્ત કરવા માટે મોકલવામાં આવેલા ૧૨ નામોની મંજૂરીમાં વિલંબ કરીને લોકશાહીની હત્યા કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.HS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon