Western Times News

Latest News from Gujarat

ચૂંટણી આવે તે પહેલાં જ ગુજરાતમાં સક્રિય થતાં સામાજીક આગેવાનો

આર્થિક-સામાજીક તથા સંગઠન શક્તિના જાેરે રાજકીય પાર્ટીઓનું નાક દબાવતા સમાજાે??

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં એક તરફ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે બીજી તરફ વિવિધ સમાજાે પણ પોતાની તાકાતના આધારે રાજકીય પક્ષોનું નાક દબાવવા મેદાને પડ્યા છે. અત્યાર સુધી વિવિધ સમાજાે સક્રિય રાજકારણથી અંતર રાખતા હતા.

પરંતુ પાછલા કેટલાંક વર્ષોથી સમાજાે પાર્ટીની સાથે સરકારમાં પોતાના સમાજના પ્રભુત્વની માંગણીને લઈને આગળ આવી રહ્યા છે. સમાજાે પોતાની આર્થિક સામાજીક તથા આંકડાકીય સંખ્યાના આધારે રાજકારણ પર કબજાે જમાવવાની કોશિષ કરી રહ્યા છે એવું નથી કે અગાઉ આવુ બનતુ હતુ.

પરંતુ રાજકીય પક્ષો કે હાઈકમાન્ડ જે પ્રમાણે આદેશ આપતા એ પ્રમાણે રાજકારણમાં સમાજના લોકોને પ્રભુત્વ મળતુ હતુ. પરંતુ પાછલા ઘણા વર્ષોથી ચિત્ર ઉલટુ જાેવા મળી રહ્યુ છે. હવે વિવિધ સમાજાે તેમના સમાજના લોકોને મહત્ત્વ મળે એ માટે ‘પ્રેશર ટક્ટીસ’ અપનાવી રહ્યા છે.

તાજેતરમાં જ વિવિધ સમાજાેની બેઠક યોજાઈ હતી. જેમાં અમુક સમાજાેની બેઠકમાં સમાજને લગતા કે અન્ય પ્રશ્નો-સમસ્યાઓ બાબતેેે ચર્ચા થઈ હતી. પરંતુ ચૂંટણીનો સમયગાળો નજીક આવતા અલગ અલગ સમાજાે સક્રિય્‌ થઈ ગયા છે. જેમાં સમાજાે પોતાના સમાજની સંઠગનશક્તિના જાેરે વિશાળ સંમેલનો યોજીને રાજકીય પાર્ટીઓના નાક દબાવવાના પ્રયાસ કરે છે.

આમાં જે સમાજ આર્થિક રીતે મજબુત હોય અને જેની સંખ્યા વધારે હોય તેને ટીકીટ ફાળવણીમાં ધ્યાનમાં લેવાના હોવાની લાગણી રાજકીય સ્તરે થઈ રહી છે.

અલબત્ત, એ સિવાયના ક્રાઈટેરીયા જાેવાતા હોય છે. ઘણી વખત તો રાજકીય પક્ષો કે તેના આગેવાનો સમાજના મોભાના આગેવાનો સાથે બેઠક યોજીને સેટીંગ કરી લેતા હોવાના આક્ષેપો રાજકીય ગલિયારીઓમાં ઉઠ્યા હતા. અલબત્ત, ભારતમાં મતદાન કોઈપણ લોભ-લાલચમાં આવીને કરાતુ નથી તે પણ હકીકત છે.

એ જ હોય તે પણ સત્ય હકીકત એ છે કે વિવિધ સમાજાેના પોતાના સમાજના લોકોને ચૂંટણીમાં પ્રતિનિધિત્વ મળે એ તો ઠીક, પણ મંત્રી મંડળમાં પણ સ્થાન મળે તે માટે દબાણ કરતા હોવાનું કહેવાય છે. રાજકારણથી દૂર રહેવાની સુફિયાણી વાતો કરનારા સમાજાે પણ જાણ્યે અજાણ્યેે રાજકારણ તરફ આગળ ધપી રહ્યા છે.

રાજકારણમાં કોઈપણ સમાજની સારી વ્યક્તિ આવે તે ઈચ્છનીય છે કે. પરંત તેની સાથે ‘ક્વોલિટી જળવવી’ જરૂરી છે. નહીં તો સંગઠનશક્તિના જાેરે કોઈપણ રાજકીય પાર્ટીમાં ઘુસી જશે. તેનાથી છેવટે નુકશાન તો સામાન્ય લોકોને જ થશે. વિવિધ સમાજાેએ પણ રાજકારણમાં ઝંપલાવતા લોકો માટે માંગણીઓ કરતા પહેલાં આ વાતનો વિચાર કરવો પડશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon