Western Times News

Gujarati News

ગોધરાનો ઔધોગિક વિકાસ ન થતાં ઉધોગ સાહસિકોમાં નારાજગી

(પ્રતિનિધિ) ગોધરા, ગતિશીલ ગુજરાત અને પ્રગતિશીલ ગુજરાત ની વાતો આ છે વરવી વાસ્તવિકતા ગોધરા જીઆઇડીસી ને ૪૦ વર્ષથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં ગોધરા નો ઔધોગિક વિકાસ ન થતા સરકાર સામે ઔદ્યોગિકારો એ નારાજગી વ્યક્ત કરવાની સાથે કોઈપણ રાજનેતાઓ એ પણ જીઆઇડીસી ના વિકાસ માટે રસ ન દાખવ્યો હોવાનું જણાવી રહ્યાં છે સાથે ઔધોગિક વિકાસ માટે સરકાર ધ્વારા જરૂરી રસ દાખવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે .

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક ગોધરા શહેર ગોધરાકાંડ બાદ દેશ અને સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યું હતું અને ગોધરાની છબી દેશ સહિત દુનિયામાં ખરડાઈ હતી અને જેના કારણે ગોધરા શહેરના વેપાર ધંધા અને વિકાસ ઉપર તેની માઠી અસરો આજદિન સુધી જાેવા મળે છે , પણ હવે ગોધરા વિકાસ ઝંખે છે અને ઔધોગિક શહેર તરીકેની નવી ઓળખ માંગે છે.

ઔધોગીક વિકાસની દ્રષ્ટિએ વાત કરીએ તો ગોધરા રાજ્યના અન્ય મહાનગરોની સરખામણીમાં ઘણું પાછળ છે , જેના મુખ્યત્વે કારણોમાં ગોધરા શહેરનો કોમી રમખાણોનો ઇતિહાસ અને નબળી નેતાગીરીના કારણે ગોધરા શહેરની જીઆઇડીસીનો ઔદ્યોગિક વિકાસ થઈ શકયો નથી.

શહેરમાં કોઈ મોટા ઉદ્યોગો કે કંપનીઓ નથી , ઉલ્ટાનું જે તે સમયે પંચમહાલ જિલ્લામાંથી દાહોદ અને મહીસાગર જિલ્લાનું વિભાજન થવાના કારણે ગોધરા શહેરના વેપાર ધંધા ખલાસ થઈ ગયા છે , જેના કારણે સ્થાનિક લોકોને ઘર આંગણે પૂરતા પ્રમાણમાં રોજગાર મળતો નથી .

તેમને ના છુટકે રાજયના અન્ય મહાનગરો જેવા કે વડોદરા , સુરત , અમદાવાદ , રાજકોટ વગેરે જેવા મોટા શહેરો તરફ પ્રયાણ કરવું પડી રહ્યું છે અને ગોધરામાં મોટા ઉદ્યોગો , કંપનીઓ ન હોવાના કારણે આજુબાજુના ગામના શિક્ષિત બેરોજગારો ઉપરાંત શ્રમિક વર્ગને પણ રોજગારી માટે મોટા શહેરો , મહાનગરોમાં રઝળપાટ પડી રહ્યું છે.

જાે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગોધરા શહેરમાં જીઆઇડીસી નો વિકાસ કરવામાં આવે અને મોટી કંપનીઓ અને ઉધોગો સ્થાપવામાં આવે તો ગોધરા કરવું શહેર સહિત તાલુકાના આસપાસના ગામના સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે , બેકારી ઓછી થાય અને શહેરના વેપાર ધંધાનો પણ વિકાસ થાય અને શહેરના વેપારી વર્ગ સહિત શ્રમિક વર્ગને રોજીરોટી માટે બહાર મહાનગરો તરફ ન જવું પડે તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ગોધરા શહેરના ઝડપી ઔધોગિક વિકાસ માટે આગોતરું આયોજન કરી , નક્કર અને જરૂરી પગલાં આ દિશામાં જાે લેવામાં આવે તો આગામી વર્ષોમાં ગોધરા શહેરને નવી ઓળખ મળી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.