Western Times News

Gujarati News

વડાલી સગર સમાજ દ્વારા ફાગ મહોત્સવ ઉજવાયો

તસવીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા

(પ્રતિનિધિ)ખેડબ્રહ્મા, વડાલીના સગર સમાજ દ્વારા સગરવાસ માં આવેલ ચોકમા દર વર્ષે હોળી ના દિવસો માં ચાર દિવસ દરમ્યાન ફાગ મહોત્સવ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. આ સગર.સમાજ ભગીરથ રાજાનો વંશજ છે. આ સમાજના લોકો સાબરકાંઠામાં વડાલી ઉપરાંત ઈડર ગુજરવા સાબલી રામાયણ વાસણ ભંડવાલ વિગેરે ગામોમાં પણ તેઓની વસ્તી રહે છે અને શાકભાજી તથા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે.

સગર સમાજ ના તમામ લોકો અંબાજી થી અમદાવાદ સુધીના નાનામોટા શહેર તથા ગામડાઓમાં આખો દિવસ દરમિયાન શાકભાજી વેચવા માટે જય છે અને સાજે શાકભાજી વેચી પરત વડાલી ગામે આવે છે.સાજે તેઓ આવ્યા પછી ચોકમાંમો રોજ ફરતા ફરતા હોય અને નાના મેળા જેવું દ્રશ્ય સર્જાતુ હોય છે.

ફાગ મહોત્સવના ચાર દિવસ દરમિયાન તેઓ ધંધામાં રજા રાખી સોજે ૪ઃ૦૦ થી ૮ઃ૦૦ દરમિયાન નવા કપડાં પહેરીને ધારણ કરીને ભાઈઓ દાડીયા રાસ રમે છે અને બહેનો જુએ છે. આ એક જ એવો અવસર છે કે જેમાં ફક્ત ભાઈઓ જ દાડીયા રાસ રમે છે અને બહેનો જુએ છે.

આ દિવસો દરમિયાન અગાઉ જે લોકોના ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય તો સમાજના અન્ય લોકો તેમને તેમના સ્નેહીજન ના વિયોગ માં થી મૂક્ત કરાવવા માટે સમજાવે છે અને પર્વને માણવા માટે તૈયાર કરે છે. આ સમાજમાં કોઈ ઊંચ-નીચનો ભેદ-ભાવ રાખ્યા વગર તમામ લોકોને સાથે રાખવાની એક પરંપરા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.