Western Times News

Gujarati News

સેન્સેક્સમાં ૫૭૧, નિફ્ટીમાં ૧૬૯ પોઈન્ટનો થયેલો કડાકો

મુંબઈ, શેરબજારમાં છેલ્લા સપ્તાહથી ચાલતો તેજીનો તબક્કો આખરે ફરી એકવાર અટકી ગયો છે. સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત લીલા નિશાન પર થઈ હતી, પરંતુ થોડા સમય પછી તેમાં ઘટાડો શરૂ થયો હતો, જે ટ્રેડિંગના અંત સુધી વધતો રહ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૭૧ પોઈન્ટ ઘટીને ૫૮ હજારની નીચે ૫૭,૨૯૧૨ ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ ૧૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭,૧૧૮ના સ્તરે બંધ થયો હતો.

સોમવારે મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. સેન્સેક્સ ૧૬૬.૩૩ પોઈન્ટ્‌સ અથવા ૦.૨૯ ટકાના ઉછાળા સાથે ૫૮૦૩૦ ના સ્તર પર ખુલ્યો, જ્યારે નિફ્ટીએ ૪૬.૫૦ પોઈન્ટ્‌સ અથવા ૦.૨૭ ટકાના ઉછાળા સાથે ૧૭૩૩૩ પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું.

પરંતુ આ ગતિ લાંબો સમય ટકી શકી નહીં. બજાર ખુલતાની સાથે જ લગભગ ૧૬૩૩ શેર વધ્યા, ૬૦૨ શેર ઘટ્યા અને ૧૨૪ શેર યથાવત રહ્યા હતા.

નોંધનીય છે કે ગત સપ્તાહે બજાર સતત બે દિવસ સુધી તેજી સાથે બંધ થયું હતું. ગુરુવારે શેરબજારમાં હોળીનો તહેવાર જાેવા મળ્યો હતો. હોલિકા દહનના દિવસે બજારના બંને સૂચકાંકો લીલા નિશાન પર ખૂલ્યા હતા અને દિવસભર તેજી સાથે વેપાર કર્યા બાદ અંતે મજબૂતીથી બંધ થયા હતા.

બીએસઈ સેન્સેક્સ ૧૦૪૭ પોઈન્ટ અથવા ૧.૮૪ ટકા વધીને ૫૭,૮૬૪ પર બંધ થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ૩૧૧ પોઈન્ટ અથવા ૧.૯૦ ટકા વધીને ૧૭,૨૮૭ પર બંધ થયો હતો.

એક અહેવાલ મુજબ ૧૭ માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જાેવા મળ્યો હતો. હોળીના તહેવારની રજાના કારણે આ અઠવાડિયું અન્ય અઠવાડિયાની સરખામણીમાં નાનું હતું. રિપોર્ટ અનુસાર માર્કેટમાં ચાર ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ૬૦ સ્મોલ કેપ્સમાં ૧૦ થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો ૧૦ અઠવાડિયા પછી ચોખ્ખા ખરીદદાર દેખાયા હતા.

ગત સપ્તાહે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવમાં ઘટાડો અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાની અસર જાેવા મળી રહી છે.
બીએસઈ સેન્સેક્સ ૨,૩૧૩.૬૩ પોઈન્ટ (૪.૧૬ ટકા) વધીને ૫૭,૮૬૩.૯૩ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૬૫૬.૬ પોઈન્ટ (૩.૯૪ ટકા) વધીને ૧૭,૨૮૭.૦૫ પર બંધ થયો હતો.

દરમિયાન, તમામ ક્ષેત્રીય સૂચકાંકો નિફ્ટી ઓટો અને બેંક સૂચકાંકો પ્રત્યેક ૫ ટકાથી વધુ અને રિયલ્ટી ઇન્ડેક્સ ૪.૭ ટકાના વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા. બ્રોડર ઇન્ડેક્સ વિશે વાત કરીએ તો, બીએસઈ મિડ-કેપ અને સ્મોલ-કેપ બે-બે ટકા વધ્યા હતા, જ્યારે લાર્જ-કેપ ઇન્ડેક્સ ચાર ટકા વધ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.