ઘાટલોડીયાના એક એપાર્ટમેન્ટમાં ‘કાશ્મીર ફાઈલ્સ’નું ઓપન સ્ક્રિનિંગ
સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પ્રોજેકટર પર ફીલ્મ નિહાળી
(એજન્સી)અમદાવાદ, ઘાટલોડીયામાં આર.સી. ટેકનીકલ રોડ પરના અક્ષય એપાર્ટમેન્ટ પરિસરમાં હિન્દી ફિલ્મ કાશ્મીર ફાઈલ્સના યોજાયેલા જાહેર ઓપન સ્ક્રિનીંગ દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં સ્થાનીક રહીશો ઉપરાંત આસપાસના લોકો ઉપસ્થિત રહયા હતા.
એક તરફ ગુજરત સહીત ઘણા રાજયોમાં આ ફિલ્મને પ્રમોટ કરવા માટે કરમુકત જાહેર કરવામાં આવી છે. રોજેરોજ જુદા જુદા વેપારીઓ દ્વારા પણ આ ફિલ્મ જુના દર્શકોને મફત નાસ્તો કરાવવા નો કે મફત ચા પીવડાવવાની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે જ અમદાવાદના અક્ષય એપાર્ટમેન્ટના રહીશોએ સાથે મળીને ફિલ્મ જાેવાનું આયોજન કર્યું હતું.
સોસાયટીના રહેવાસીઓને ચા નાસ્તા સાથે પ્રોજેકટ પર ફિલ્મ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તમામ રહીશોને પોતાના સ્વજનો કે સગા સંબંધીઓને પણ ફિલ્મ જાેવા માટે આમંત્રણ આપવાની છૂટ આપવામાં આવી હતી. સ્થાનીક વિસ્તારના સામાજીક અને રાજકીય અગ્રણીઓને પણ આ ફિલ્મ જાેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના ઓપન સ્કીનીગ દરમ્યાન ભાજપના સ્થાનીક કોપોર્રેટરો એપાર્ટમેન્ટમાં રાયપુર ગ્રુપના ધર્મેન્દ્ર સોની. હરેશભાઈ ગઢવી, મૌલીક બી. શાહ નિકુલ રાવલ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.