Western Times News

Latest News from Gujarat

‘હું જગતનો સમ્રાટ બનવા કરતાં મારા ખેતરનો માલિક બનવા વધુ પસંદ કરીશ’: જાેન એફ કેનેડી

‘વિશ્વ’એ લોકશાહી, સરમુખત્યારશાહી અને સામ્યવાદી વિચારધારામાં વહેંચાયેલું છે પરંતુ અમેરિકાને લોકશાહી વિશ્વનું નેતૃત્વ કરવાની શક્તિ ક્યાંથી મળી?!

તસવીર અમેરિકાના વ્હાઇટ હાઉસની છે અમેરિકાના માનવતા લોકશાહી માનવ અધિકારના મૂળિયા કેટલાક પ્રમુખોએ એટલા ઊંડા નાખ્યા છે કે આજે અમેરિકા લોકશાહી મૂલ્યનુ નેતૃત્વ કરતો દેશ છે યુરોપના અને નાટોના લોકશાહી મુલ્યો અને આદર્શોને વરેલા દેશોનુ નેતૃત્વ અમેરિકાને સોંપાયું છે!

અમેરિકાને મળેલી આ વૈશ્વિક તાકાતમાં વિશ્વાસ ઉભો કરવામાં અમેરિકા ના પ્રમુખો નો નોંધપાત્ર ફાળો છે ડાબી બાજુથી તસ્વીર અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસનની છે તેમની મહત્વની ભૂમિકા છે તેમણે કહ્યું છે કે ‘શ્રી પરમેશ્વર આપણને ‘જીવન’ અને ‘સ્વતંત્રતા’ સાથે આપ્યા છે’!

પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘હું ગુલામ બનવાનું પસંદ ન કરું એવી જ રીતે માલિક બનવાનું પણ પસંદ ન કરૂ’! જાેર્જ વોસીન્ગટને કહ્યું છે કે ‘હું જગતનો સમ્રાટ બનવા કરતાં મારા ખેતરનો માલિક બનવા વધુ પસંદ કરીશ’ અમેરિકાના પ્રમુખ જાેન એફ કેનેડીએ કહ્યું છે કે ‘મારા અમેરિકન બાંધવો તમે મને એ ના પૂછો કે દેશે તમારા માટે શું કર્યું તમે મને એ પૂછો કે તમે અને હું ભેગા મળીને માનવજાતના સ્વતંત્ર માટે શું કર્યું’

જ્યારે અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ કહયું છે કે ‘જાે અખબારી સ્વાતંત્ર્ય ને પડકારવામાં આવશે તો અંતરાત્મા, શિક્ષણ, વાણી, સભાનું સ્વતંત્ર બધા સ્વતંત્ર અર્થહીન બની જશે અને લોકશાહીનો પાયો હચમચી જશે’ જ્યારે અમેરિકાના પ્રમુખ બેન્જામિન ફ્રેન્કલિન એ કહ્યું છે કે ‘મૃત્યુ પામ્યા પછી જ જાે તમે અમર રહેવા માંગતા હોય તો એવું કંઈક લખી જાવ જે વાંચવા લાયક હોય અથવા એવું કંઈક કરીને જાવ જે લખવા લાયક હોય’!

આવા નેતૃત્વને લઇને આજે અમેરિકા વિશ્વના લોકશાહી દેશોનુ નેતૃત્વ કરવામાં અગ્રેસર છે જ્યારે નીચેની તસવીર વિશ્વના જાણીતા સરમુખત્યારની છે અને સામ્યવાદી વિચારધારા માં રહેતા હોય છે તેમણે શું કહ્યું છે એ જાેઈએ ડાબી બાજુ ની તસ્વીર વ્લાદિમીર લીચ લેનિનની છે જેમણે સામ્યવાદી વિચારધારા આપી તેમણે કહ્યું કોઈનુ રાજ તપતું હોય ત્યાં સુધી સ્વતંત્રતા નથી હોતી અને સ્વતંત્રતા હોય ત્યાં કોઈનું રાજ નથી હોતું’!

સરમુખત્યાર જાેસેફ સ્તાલિન કહે છે કે ‘લાંબી બંદુકનાં નાળચામાંથી જે બહાર આવે છે એ જ ખરી શકતી છે’! જ્યારે ચીનના સામ્યવાદી નેતા માઓત્સે તુંગ હે કહયું છે કે ‘યુદ્ધને નેસ્તનાબૂદ કરવા યુદ્ધ કરવું પડે જાે બંદૂક થી છુટકારો જાેઈતો હોય તો પહેલા બંદુક હાથમાં લેવી જ પડે’! જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે કહ્યું છે કે ‘સંઘર્ષે તમામ ચીજાેનો બાપ છે!

માણસ સુવાળા માનવીય સિદ્ધાંતોની રખેવાળીને લીધે નહીં પણ ક્રૂર સંઘર્ષ ને પ્રતાપે જગતના પશુઓથી ઉચેરો બને છે આમ વિચારધારાને વરેલા નેતાઓ પોતાની સત્તા કાયમ રહે એ માટે નવી તરકીબો સતત અપનાવીને સતાપર ચીટકી રહેવાનો હોય છે વિરોધને સહન કરી શકતા નથી! મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત જવાલાલ નેહરૂ જેવાનો યોગ આજે ભારતમાં પણ ક્યાં જાેવા મળે છે એ ચિંતાનો વિષય છે !! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

યુક્રેને લોકશાહી દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રશિયા સાથે યુદ્ધ છેડ્યું છે ત્યારે અમેરિકા અને યુરોપના દેશો ભલે યુદ્ધમાં ના કુદી પડ્યા પણ રશિયા સામે અવાજ તો ઉઠાવ્યો છે?! ભારતની મુત્સદીગીરી લોકશાહી માટે તટસ્થ છે?!

માનવીઓ શક્તિઓ આગળ ઝૂકીને ગુલામ નથી બનતા માનસ જ ગુલામ હોય છે – રુઝવેલ્ટ

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એ સુંદર રીતે કહ્યું છે કે ‘માનવીઓ શક્તિ આગળ ઝૂકીને ગુલામ નથી બનતા એ લોકોનું માનસ જ ગુલામ હોય છે’! જ્યારે મહાત્મા ગાંધીએ કહ્યું છે કે ‘શિક્ષાનો ભય આપીને મેળવાયેલી સત્તા કરતા પ્રેમના આધારે મળેલી સત્તા હજાર ગણી વધારે અસરકારક અને સ્થાયી હોય છે’!!

સમગ્ર વિશ્વ ત્રણ વિચારધારામાં વહેંચાયેલું છે એક છે લોકશાહી, બીજી સરમુખત્યારશાહી અને ત્રીજી છે સામ્યવાદી વિચારધારા અને આ વિચારધારા પણ ધર્મોની જેમ માનવસર્જિત છે એટલે સમગ્ર વિશ્વમાં સત્તાવાછુક નેતાઓ, લોકોની સેવા ના રાષ્ટ્રવાદ નો વિકાસ નો

અને દેશની સલામતી નો ભ્રામક પ્રચાર કરીને અથવા ધાર્મિક માન્યતાની લાગણીઓને સતત ભડકાવી રાખી વિશ્વના જુદા જુદા નેતાઓ પોતાની મહત્વકાંક્ષા ને અંજામ આપી રહ્યા છે ત્યારે પ્રજાએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે અને યુક્રેન અને રશિયા યુદ્ધમાંથી ઘણું શીખવાની જરૂર છે!!

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
wpChatIcon