Western Times News

Gujarati News

રાજા હરિશ્ચંદ્ર ફાંસીની સજા પામેલી પોતાની જ પત્ની તારામતીનું ધડથી મસ્તક જુદુ કરવા ખડગ લીધી હતી

કેવો સેવક ધર્મ પ્રભુને ગમે?

જગતના આંગણામાં બધા જુદા જુદા પાત્રોમાં એક પાત્ર માલિક અને સેવકનું છે. જુદાં જુદાં પાત્રો જે તે સ્થાને સુવ્યવસ્થિત ગોઠવાય તો જ સંસાર નાવની સફર સારી રીતે થઈ શકે. તો હવે એક સેવક ધર્મના પાત્રને જાેઈશું. તેમાં આજ્ઞાપાલકતા, નમ્રતા, વિવેક, દક્ષતા અને પ્રમાણિકતાના ગુણો હોવા જાેઈએ.

જેમ કે આજ્ઞાપાલકતામાં એક શેઠે સેવકને કહ્યું-જા બજાર માર્કેટયાર્ડમાંથી પાંચ ગાડી ઘઉં હરાજીમાંથી ખરીદી આવ, તો તે નોકર હરાજીમાં ગયો અને કોઈ સંબંધી મળતાં વાતચીતોમાં સમય પસાર થઈ ગયો. ને જતાં જતાં એક જ ગાડી માલ ખરીદ્યો, જ્યારે દુકાન ઉપર બેઠેલા શેઠે પાંચ ગાડી માલ આજની ડીલીવરી આપવાની શરતે વેચી દીધો અને પાંચ ગાડી ટ્રાન્સપોર્ટ વાળાની ભાડાથી નક્કી કરી લીધી.

હવે સાડાબાર વાગે નોકરે હરાજીમાંથી આવી શેઠને કહ્યું-એક ગાડી માલ આવ્યો છે. શેઠે કહ્યું તને પાંચ ગાડી લેવા કહ્યું હતું, ત્યારે સામે વાતમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો. શેઠ બધું સમજી ગયા. દિવસના કામનું બધું જ આયોજન બગડી ગયું. આજ્ઞા પાલન ન થતાં કામ બગડ્યું. દોઢડાહી વાતો શેઠની સામે નોકર કરવા લાગ્યો.

માલો સારા ન હતા. આવક ઓછી હતી વગેરે વગેરે. શેઠે સાંજે તેને નોકરીમાંથી નાબુદ કરવો પડ્યો. આમ સેવકનો ધર્મ આજ્ઞાપાલકતા જ હોય, ડોઢ ડહાપણ ન ચાલે. બીજાે ગુણ નમ્રતાનો છે. શેઠની સામે કોઈ વાત શેઠને ગળે ઉતારતા ભાષામાં નમ્રતા હોવી જાેઈએ-સામે જીદ ન કરાય. વિવેક રાખીને આગળ વધાય.

શેઠનું ગૌરવ હણાય. ગરીમા ઘટી ન જાય તેની કાળજી રાખવી પડે. મિસ્ટર શેઠ કહીને સમોવડીયાની ભાષા ન ચાલે. શેઠનું સ્થાન શ્રેષ્ઠતાનું છે. તે ધ્યાનમાં રાખીને વિવેક વર્તન થાય તો પોતાની લાયકાત વધે અને શેઠનો વિશ્વાસ કેળવાતો જાય શેઠ સેવકના સંબંધોમાં મીઠાશ વધતી જાય અને તેવો જ વહેવાર કરવો એ જ સેવકનો ધર્મ છે નિતિ છે.

ચોથો ગુણ પ્રમાણિકતાનો છે. આના ઉદાહરણમાં જાેઈશું કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર દેવું ચુકવવા એક વાલ્મીકી જાતીના વ્યક્તિને ત્યાં વેચાયેલા. તારામતી ગણિકાના ઘરે વેચાણા હતા. જ્યારે પુત્ર રોહિત એક માળીને ત્યાં વેચાયો હતો. તેનું બગીચામાંથી નાગ કરડતાં મૃત્યુ થયેલું. તો તેનું શબ લઈને તારામતી સ્મશાને આવી છે.

હૈયાફાટ રૂદન કરે છે તેનો અવાજ સ્મશાને વાલ્મિકી જાતીના વ્યક્તિને ત્યાં વેચાયેલા રાજા હરિશ્ચંદ્ર ઓળખે છે અને પૂછતાં ઓળખ થાય છે. પોતાની જ પત્ની પોતાના જ પુત્રને સ્મશાને લઈને આવી છે. બંનેનાં હૃદય ભાંગી પડ્યાં છે. છતાં સ્વધર્મની ફરજાે ઉપર બંને ઊભા છે.

હરિશ્ચંદે પોતાના પુત્રના અગ્નિદાહ માટે તારામતીને કહ્યું અહીં હું ફરજ ઉપર છું, તો મને સવામીટર કપડું, સવા રૂપિયો અને ખીચડું આપવું પડે તેમાં હું મારા માટેનું ખીચડું જતું કરું છું. પણ માલિક માટે સવા વાર કાપડ અને સવા રૂપિયો જાેઈએ. ત્યાર પછી જ હું અગ્નિદાહની પરમીશન આપી શકું. ત્યારે તારામતી ગામમાં તે લેવા જાય છે.

તે સમયે કોઈએ રાજાના પુત્રને મારીને રસ્તામાં ફેંકેલો પડ્યો છે તે તારામતીએ જાેયો. તો તેને જાેઈ તેનું માતૃહૃદય દ્રવી ઊઠ્‌યું છે ને કુંવર પાસે બેસીને રડવા લાગી. તે જ સમયે કુંવરની શોધમાં રાજાના સૈનિકો આવે છે અને તારામતીને પકડે છે. તું જ કોઈ ડાકણ છે અને રાજાના કુંવરને મારી નાખ્યો છે.

તારામતીની વાત કોઈ સાંભળવા તૈયાર નથી, તેને પકડીને સૈનિકો રાજા પાસે લઈ જાય છે અને તારામતીને ફાંસીની સજાનો હુકમ થાય છે. તારામતીને ફાંસી આપવા માટે નગરના વાલ્મિકી સમાજના વ્યક્તિને બોલાવી તેને સુપરત કરે છે. તે વ્યક્તિ તેને રાખેલા નોકર (રાજા હરિષચંદ્ર)ને હુકમ કરે છે કે આપણા ખડગથી આ બાઈનું શિર છેદ કરો, રાજ્ય તરફથી રાજાનો હુકમ છે તેને ફાંસીની સજાનો.

તેમ કહી તે બાઈને તેના નોકરને સુપરત કરે છે. સ્મશાને જઈ તેનો શિર છેદ કરવા માટે ત્યારે નોકર રૂપે રાજા હરિશ્ચંદ્ર ફાંસીની સજા પામેલી પોતાની જ પત્ની તારામતીને લઈ સ્મશાને જાય છે. બંને જણ પતિ-પત્ની વાતો કરી શું બન્યું તે હકીકત જાણી લે છે ને નિર્દોષ પોતાની પત્ની તારામતીને પોતાની ફરજ, આજ્ઞાપાલકતા અને પ્રમાણિકતા માટે સેવક ધર્મની ફરજ અદા કરવા તારામતિનું ધડથી મસ્તક જુદુ કરવા હાથમાં ખડગ લઈ તૈયાર થાય છે.

ખડગ ઉગામતાં હાથમાંથી પડી જાય છે. ત્યારે પત્ની તારામતી કહે છે તમે ક્ષત્રિય છો. આજે સ્વધર્મમાં કાયર ન બનો. ઉઠાવો ખડગ અને ધડથી મસ્તક મારું જુદુ કરી સેવકનો આજ્ઞા પાલન ધર્મ બજાવો. ત્યારે હરિશ્ચંદ્ર સ્વસ્થ બની સ્વધર્મ માટે કઠોર કર્તવ્ય પરાયણ બની મસ્તક જુદુ કરવાના ર્નિણય સાથે ખડગ ઉગામે છે.

ત્યારે ભગવાન તેનો હાથ પકડી બોલે છે  ‘ધન્ય છે હરિશ્ચંદ્ર તું સત્યવાદી છે. તારા સ્વધર્મકર્મ સામે તું ઉત્તીર્ણ થયો છે. હું તારા પુત્ર રોહિતને પણ જીવતદાન આપું છું. તારું રાજ્ય પણ પાછું આપું છું. ધન્ય છે.

ભારતની ભૂમિ કે જ્યાં આવા ત્રિકાલા બાધિત શાશ્વત ચિરંતન નૈતિક મૂલ્યોને જીવંત રાખનાર ચક્રવતી રાજા હરિશ્ચંદ્ર તારામતી અને પુત્ર રોહિત પેદા થયા છે તેમની યાદ આવતાં અહોભાવથી આજે પણ આપણા મસ્તકો ઝુકી જાય છે.
આવા સેવક ધર્મોની પ્રામાણિકતા નમ્રતા, વિવેક અને આજ્ઞા પાલકતાના ગુણવાળા ઉદાહરણો જાેઈને સમાજમાં સ્થિર થશે તો તેવા ગુણો અને સેવકધર્મો પ્રભુને જરૂર ગમશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.