Western Times News

Gujarati News

The Kashmir Filesના જવાબમાં નંદિતાને આવી Firaaqની યાદ

મુંબઈ, ગત દિવસોમાં રિલીઝ થયેલી ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ચર્ચામાં છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર ૧૯૯૦માં કાશ્મીરમાં થયેલા અત્યાચાર અને તેમના પલાયન પર બની છે. ફિલ્મ પહેલા જ સુપરહિટ થઈ ચકી છે અને તેને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

જાેકે, એક વર્ગ એવો પણ છે જે આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. વિરોધ કરનારાઓનો આરોપ છે કે ફિલ્મ મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી રહી છે. ધ કાશ્મીર ફાઈલ્સ’ પર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વાદ-વિવાદ વચ્ચે એક્ટ્રેસ નંદિતા દાસએ પોતાની ફિલ્મ ફિરાક જાેવાની લોકોને અપીલ કરી છે. નંદિતાએ ટિ્‌વટર પર ફિલ્મની લિંક શેર કરતા લખ્યું કે, ૧૩ વર્ષ પહેલા આજના દિવસે ૨૦ માર્ચે ૨૦૦૯એ ફિરાક રિલીઝ થઈ હતી.

કદાચ આ ફિલ્મ આજના સમયમાં વધુ પ્રાસંગિક છે. જાે તમે હજુ સુધી તે જાેઈ નથી, તો પ્લીઝ તેને એમેઝોન પ્રાઈમ કે યુ-ટ્યુબ પર જુઓ. ડર, પૂર્વગ્રહ અને અસમાનતા ચાલી રહ્યા છે, પરંતુ ખુશી અને આશાઓ જળવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, નંદિત દાસના ડાયરેક્શનમાં બનેલી ‘ફિરાક’ ગુજરાતના તોફાનો પર આધારિત છે.

આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સંજય સૂરી, રઘુવીર યાદવ, દીપ્તિ નવલ, પરેશ રાવલ, શહાના ગોસ્વામી, નવાઝુદ્દીન સિદ્ધીકી, ટિસ્કા ચોપડા, દિલીપ જાેશી અને અમૃતા સુભાષે મુખ્ય ભૂમિકાઓ નિભાવી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મ પર પણ હિંદુઓ પ્રત્યે નફરત ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.

હકીકતમાં, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે, આ ફિલ્મમાં હકીકતને તોડી-મરોડીને રજૂ કરાઈ છે, જેથી મુસ્લિમો પ્રત્યે સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવી શકાય. ફિલ્મનો વિરોધ કરનારા લોકો કહી રહ્યા છે કે, જે રીતે કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર બતાવવા માટે આ ફિલ્મ બનાવાઈ છે, એ જ રીતે ગુજરાતમાં મુસ્લિમોની સામે વર્ષ ૨૦૦૨માં ભડકેલી હિંસા પર પણ ફિલ્મ બનાવવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.