Western Times News

Gujarati News

મ્યુનિસિપલનો સપાટોઃ ર૧૦ દુકાનો અનેે ઓફિસ સહિતની મિલકતો સીલ

(એજન્સી) અમદાવાદ, ચાલુ નાણાંકીય વર્ષ પૂરૂ થાય તે પહેલાં બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવા માટે કમર કસીને સીલ ઝંૂંબેશમાં લાગેલા મ્યુનિસિપલ ટેક્ષ ખાતાએ સોમવારે વધુ ર૧૦ જેટલી કોમર્શિયલ મિલકતને સીલ મારી દીધી હતી.

મ્યુનિસિપલ રેવેન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલના જણાવ્યા અનુસાર શહેરીજનોને તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ પૂરીપાડવા અને વિકાસકાર્યો હાથ ધરવા માટે મ્યુનિસિપલ દ્વારા પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરવામાં આવે છે. નાગરીકો પાસેથી જે નાણાં કર તરીકે વસુલ કરવામાં આવે છે તે જ વિકાસ પાછળ વાપરવામાં આવે છે. તેમ છતાં કેટલાંયે વેપારીઓ તથા એકમો દ્વારા વર્ષો સુધી પ્રોપર્ટી ટેક્ષ ભરવામાં આવતો નથી.

તેમણેે કહ્યુ હતુ કે શહેરના વિસ્તરણ અને વિકાસને ધ્યાને લઈને સુવિધા પૂરી પાડવા પાછળ થતાં ખર્ચમાં વધારો થયો છે. તેમ છતાં ટેક્ષના દરમાં છેેલ્લા કેટલાંય સમયથી વધારો કરાયો નથી. ઉલટાનું ચાલુ નાણાંકીય વર્ષમાં તો ેનાગરીકો બાકી પ્રોપર્ટી ટેક્ષ ભરપાઈ કરે તેના માટે ૩ મહિનાની વ્યાજમાફી યોજના પણ અમલમાં મુકવામાં આવી હતી. તેેમ છતાં કેટલાયે કોમર્શિયલ મિલકત ધારકો બાકી વેરો ભરવામાં આડોડાઈ કરી રહ્યા હોવાથી નાછૂટકે મિલકત સીલ કરવાનું શસ્ત્ર ઉગામવુ પડ્યુ છે.

તેમણે વધુમા જણાવ્યુ હતુ કે મ્યુનિસિપલ દ્વારા હજુ પણ ફક્ત મિલકત સીલ સુધીના જ પગલાં લેવાયા છે બાકી તો મ્યુનિસિપલ પાસે કોમર્શિયલ મિલકતોના પાણી-ગટરના જાેડાણ કાપવાની પણ સત્તા છે. પરંતુ વેપારી વર્ગ હેરાન ન થાય એ માટે જાેડાણ કાપવા જેવા આકરા પગલાં લેવામાં આવતા નથી.

રેવન્યુ કમિટિ ચેરમેને વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે સોમવારેે પૂર્વ ઝોન ટેક્ષ ખાતાએ નિકોલ, ઓઢવ, વટવા, હાથીજણ, વિંઝોલ રખિયાલ વગેરે વિસ્તારોમાં જુદા જુદા એસ્ટેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં ઓફિસ્‌, દુકાન, કારખાના, ગોડાઉન જેવી ર૧૦ કોમર્શિયલ મિલકતને સીલ મારી દેીધા હતા.

તેમણે કહ્યુ હતુ કે પૂર્વ ઝોન ટેક્ષ ખાતાએ આજદિન સુધીમાં ૧પ૯૧ મિલકતને સીલ મારી દીધા છે. અનેે ૧૧૬પ૮ મિલકતધારકોને નોટીસ પણ ફટકારી દીધી છે. આ કાર્યવાહી સાથે પૂર્વ ઝોન ટેક્ષ ખાતા દ્વરા ૧૩૦ કરોડનો લક્ષ્યાંક પાર પાડવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.