Western Times News

Gujarati News

5 રાજ્યોના 11 શહેરોમાં ગેસ સિલિન્ડરનો ભાવ 1 હજારને પાર

નવી દિલ્હી, અગાઉથી જે બાબતની શક્યતા દર્શાવવામાં આવતી હતી એ પ્રમાણે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો બાદ હવે રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની શરૂઆત થઈ છે. ​​​​​રાંધણગેસના ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. હવે અમદાવાદમાં રાંધણગેસનો એક બાટલો 956.50ની આસપાસ મળશે. જ્યારે દિલ્હીમાં આ ભાવ રૂ. 949.50 રહેશે. રાંઘણગેસમાં છેલ્લે 6 ઓક્ટોબરના રોજ ભાવ વધારવામાં આવ્યો હતો. 19 KG કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે રૂ. 2003.50 રહેશે.

મધ્યપ્રદેશ: ભિંડ (1031 રૂ.), ગ્વાલિયર (1033.50 રૂ.) અને મુરૈના (1033 રૂ.)., બિહાર: પટના (1048 રૂ.), ભાગલપુર (1047.50 રૂ.) અને ઔરંગાબાદ (1046 રૂ.), ઝારખંડ: દુમકા (1007 રૂ.) અને રાંચી (1007 રૂ.)., છત્તીસગઢ : કાંકેર (1038 રૂ.) અને રાયપુર (1021 રૂ.)., ઉત્તર પ્રદેશ : સોનભદ્ર (1019 રૂ.).


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.