Western Times News

Gujarati News

ટીએમસીના નેતાની હત્યા બાદ ભડકેલી હિંસામાં ૧૦નાં મોત

કોલકાતા, પશ્ચિમ બંગાળના બિરભૂમિ જિલ્લાના રામપુરહાટમાં ટીએમસી નેતાની હત્યા પછી ભડકેલી હિંસામાં ૧૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ઉગ્ર ભીડે ૧૦થી ૧૨ ઘરોમાં આગ લગાવી દીધી. ભારે તણાવને જાેતા મોટી સંખ્યામાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે. ઘટના સોમવારે રાત્રે ૧૦થી ૧૧ વાગ્યા વચ્ચેની છે.

ઘટના સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે, ઘટના સોમવાર રાતની છે. ૧૦થી ૧૨ ઘર હતા જે સળગી ગયા છે, કુલ ૧૦ લોકોના મોત થયા છે, જેમની બોડી રિકવર કરાઈ છે. એક જ ઘરમાંથી ૭ લોકોની લાશ બહાર કઢાઈ છે.તો, પશ્ચિમ બંગાળના ડીજીપી મનોજ માલવીયે જણાવ્યું કે, તૃણમૂલના ઉપ પ્રધાન બહાદુર શેખની ગઈકાલે રાત્રે હત્યા થયાના સમાચાર આવ્યા હતા, તે પછી એક કલાક બાદ ૭થી ૮ ઘરોમાં આગ લગાવી દેવાઈ હતી. મામલામાં ૧૧ લોકોની ધરપકડ કરાઈ છે.

ત્યાંના એસડીપીઓ અને રામપુરહાટના આઈસીને હટાવી દેવાયા છે. તપાસ માટે સ્પેશયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરાઈ છે. સોમવારે મોડી રાત્રે બીરભૂમના રામપુરહાટમાં બોમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, શેખ સ્ટેટ હાઈવે ૫૦ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા લોકોએ તેમના પર બોમ્બ ફેંક્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ત્યાર બાદ તેમને રામપુરહાટની મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ભાદુ શેખના મોતના સમાચાર સમગ્ર વિસ્તારમાં જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગયા હતા. રાજકીય હત્યાને કારણે ટીએમસીમાં સમર્થકોએ આ હુમલાના શંકાસ્પદોનાં ઘરોને આગને હવાલે કરી દીધા હતા.

ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું છે કે, રામપુરહાટમાં આગથી મોતોને રાજકારણથી કોઈ લેવાદેવા નથી. આ સ્થાનિક ગ્રામીણ સંઘર્ષ છે. એક દિવસ પહેલા ટીએમસી નેતાની હત્યા કરાઈ. તે ઘણા ચર્ચા હતા. તેમના મોતને લઈને લોકો ગુસ્સામાં હતા. રાતમાં આગ લાગી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.