Western Times News

Gujarati News

એક વર્ષમાં યુકેએ ભારતીય નાગરિકોને ૬૫,૫૦૦ સ્કીલ્ડ વર્કર વિઝા આપ્યા

લંડન, યુકે સ્કિલ્ડ વર્કર વિઝા મેળવવામાં આ વખતે ભારતીય નાગરિકો સૌથી વધુ ફાવી ગયા છે. ગયા વર્ષે યુકેએ જેટલા લોકોને સ્કીલ્ડ વર્કર વિઝા આપ્યા છે તેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. બ્રિટિશ હાઈ કમિશનના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષની અંદર ભારતીય નાગરિકોને ૬૫,૫૦૦ સ્કીલ્ડ વર્કર વિઝા આપવામાં આવ્યા છે.

૨૦૧૯ની સાથે સરખામણી કરવામાં આવે તો યુકેસ્કિલ્ડ વર્કર વિઝામેળવવામાં ભારતીયોની સંખ્યા ૧૪ ટકા વધી છે. તે દર્શાવે છે કે પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ વધુને વધુ લોકપ્રિય બની રહી છે.

તમે કોઈ યુકેના એમ્પ્લોયર માટે કામ કરતા હોવ જેને હોમ ઓફિસે માન્યતા આપી હોય. તમારી પાસે એમ્પ્લોયરનું સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ હોય જેમાં તમે યુકેમાં શું કામ કરવાના છો તેની માહિતી આપેલી હોય.  તમે ચોક્કસ એલિજિબલ વ્યવસાયની યાદીમાં હોય તેવી જાેબ કરતા હોય.
તમને મિનિમમ સેલેરી આપવામાં આવતો હોય. હાલમાં ભારત અને યુકે વચ્ચે ટ્રેડને લગતી વાતચીત ચાલુ છે અને તેના કારણે ઇમિગ્રેશનના નિયમો હળવા કરવા માટે બંને દેશો શક્યતા વિચારી રહ્યા છે.

ગયા વર્ષમાં ભારત અને યુકેએ ઇન્ડિયા -યુકે માઈગ્રેશન અને મોબિલિટી પાર્ટનરશિપને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તેના હેઠળ ૩૦૦૦ યુવા સ્ટુડન્ટ્‌સ અને પ્રોફેશનલ્સ બંને દેશમાં કામનો અનુભવ મેળવે તેવી યોજના છે. એપ્રિલ ૨૦૨૨થી તેનો અમલ કરવામાં આવે તેવી શક્યતા છે.

૨૦૨૧માં યુકેએ જે સ્કીલ્ડ વર્કર્સ વિઝા આપ્યા તેમાં ભારતીય નાગરિકોનો હિસ્સો ૪૩ ટકા જેટલો હતો. યુકેમાં કામ કરવા માટે હવે અનેક લિગલ રૂટ આપવામાં આવે છે. તેમાં સ્કીલ્ડ વર્કર રૂટ, ગ્રેજ્યુએટ રૂટ અને હેલ્થકેર વર્કર રૂટ સામેલ છે. યુકેની હોમ ઓફિસ પ્રમાણે વિદેશી નાગરિકોને ૨૦૨૦થી ઇશ્યૂ કરવામાં આવેલા યુકે સ્કીલ્ડ વર્કર વિઝાની સંખ્યામાં ૧૧૦ ટકાનો વધારો થયો છે.

આ વિઝામાં સૌથી વધુ ફાયદો ભારતીયો અને નાઇજિરિયાના લોકોને થયો છે. ૨૦૨૧માં કુલ ૨૩૯,૯૮૭ વર્ક સંલગ્ન યુકે વિઝા ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. તેમાં આશ્રિતો માટેના વિઝા પણ સામેલ છે. તેમાંથી કુલ ૧.૧૦ લાખ સ્કીલ્ડ વર્કર વિઝા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.