Western Times News

Gujarati News

રૂપિયા ૪ લાખ માંગનાર ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીએસઆઈ સસ્પેન્ડ

પ્રતિકાત્મક

સુરત, તાજેતરમાં પોલીસ દ્વારા તોડબાજી કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે સુરતના વેપારીને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી મહિલા પીએસઆઈ એ ૪ લાગની માંગણી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગેની ફરિયાદ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરને થતાં તેમણે મહિલા પીએસઆઈ કે એન ચોપરા ઉપરાંત બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સમગ્ર મામલે વધુ તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ૮ માર્ચના રોજ ઉમરા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ કે એન ચોપરા અને પોલીસ કોન્સ્ટેબલ સત્યપાલસિંહ અને હરેશે બાતમીના આધારે ધોડદોડ રોડના પ્રેસિડન્સી એપોર્ટમેન્ટમાં રહેતા વેપારી કરણ સહાનીને ત્યાં રેડ કરી હતી. આ દરમિયાન વેપારીને ત્યાંથી એકપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તેમ છતાંય મહિલા PSIએ NDPSના ખોટો કેસ કરવાની ધમકી આપી સમાધાન કરવા માટે ૪ લાખ માંગ્યા હતા અને દારૂ પીધેલાનો કેસ કર્યો હતો.

આ બધાથી ડરી ગયેલા વેપારી કરણ સહાનીએ સુરત પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં એવી ચોંકાવનારી વિગત જાણવા મળી કે, મહિલી  PSIએ NDPSના દરોડા અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાનું તો ઠીક પરંતુ કોઈ ઉપરી અધિકારીને પણ આ અંગે જાણ નહોતી કરી. જેની ગંભીર નોંધ લઈને પોલીસ કમિશનર તોમરે પીએસઆઈ ચોપરા અને બંને પદે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ દરમિયાન વેપારી પરિવારે એવો પણ આક્ષેપ કર્યો કે, PSI અને એમની ટીમે NDPSનો કેસ કરવાની ધમકી આપી ૪ લાખ પડાવી લીધા છે. જાે કે, રૂપિયા લીધા છે કે નહીં, તે અંગેની તપાસ હજી ચાલી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.