Western Times News

Gujarati News

સાબરડેરી દ્વારા એક મહિનામાં બીજી વખત દુધના ભાવમાં વધારો કરાયો

પાલનપુર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા પશુપાલન સાથે જાેડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતિ હેતુ સતત ચિંતન કરી દુધ ઉત્પાદકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે આજે દૈનિક ૩૦ લાખથી પણ વધુ દુધ સંપાદન થતું હોવા છતાં પશુપાલન વ્યવસાય અર્થક્ષમ બને અને દુધ ઉત્પાદકોને નિયમિત આવક મળી

રહે સાથે સાથે દુધ વ્યવસાયમાં વધુ વળતર મળી રહે તે માટે સાબર ડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દુધના ઉંચા પોષણક્ષમ ભાવો આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આજના મોંઘવારીના જમાનામાં રોજીંદા જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ ઉત્તરોત્તર વધી રહયા છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યો દ્વારા દૂધ ઉત્પાદકોના વ્યાપક હીતને ધ્યાનમાં લઈ દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાના હેતુથી એક મહિનામાં બીજી વખત તા.ર૧.૩.ર૦રરના રોજથી અમલમાં આવે તે રીતે દુધના ભાવમાં ફરીથી વધારો કરવાનું જાહેર કરેલ છે અને એક મહિનામાં કુલ ર૦ રૂપિયાનો વધારો સાબર ડેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

તા.ર૧.૩.ર૦રરના રોજથી અમલમાં આવે તે રીતે જાહેર કરેલ નવા ભાવ મુજબ દુધ ઉત્પાદકોને ભેંસના દુધના ભાવમાં કિલો ફેટે રૂા.૧૦નો વધારો થવા પામેલ છે. નવા જાહેર કરેલ ભાવો મુજબ ભેંસના દુધનો કિલો ફેટે ભાવ રૂા.૭૩૦ અને ગાયના દુધના સમતુલ્ય કિલો ફેટનો ભાવ રૂા.૩૧૩/૬૦ પ્રમાણે ચુકવવામાં આવશે

જેના કારણે દુધ ઉત્પાદકોને પશુપાલન વ્યવસાયમાં ચોકકસ આર્થિક મદદ ઉપલબ્ધ થશે. સાબર ડેરી દ્વારા દુધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને તમામ દુધ ઉત્પાદકોએ હર્ષથી વધાવી લઈ ચેરમેન શ્રી શામળભાઈ પટેલ અને નિયામક મંડળના સભ્યોનો આભાર વ્યકત કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.