Western Times News

Gujarati News

ગાયિકા પલક મૂછળ ફિક્સ માય કર્લ્સની બ્રાન્ડ એમ્બેસેડર બની

નવી દિલ્હીઃ કર્લી અને વેવી હેર માટે સંપૂર્ણ હેર કેર સોલ્યુશન્સ પ્રદાન કરતી ભારતમાં એકમાત્ર બ્રાન્ડ પૈકીની એક ફિક્સ માય કર્લ્સએ તાજેતરમાં એની બ્રાન્ડ એમ્બેસેડર પ્રસિદ્ધ ગાયિકા પલક મૂછળને બનાવી છે. Fix My Curls introduces singer Palak Muchhal as its brand ambassador

ફિક્સ માય કર્લ્સ યુવા પેઢી સાથે એનું જોડાણ વધારવા અને રસાયણથી ભરપૂર વિકલ્પોનો ઉપયોગ કરવાને બદલે કર્લી હેર સ્વીકારવા માટે માનસિકતા બદલવા આતુર હોવાથી આ પગલું લેવાં આવ્યું છે.

કર્લી અને વેવી હેર ધરાવતી દરેક વ્યક્તિની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા પરિવર્તનકારક ઉત્પાદનોની બહોળી રેન્જ સાથે બ્રાન્ડનો ઉદ્દેશ સ્વયં-સ્વીકાર્યતા અને પ્રેમ માટે સર્વસમાવેશક જગ્યા ઊભી કરવાનો છે. પ્રતિભાશાળી ગાયક કલાકર ફિક્સ માય કર્લ્સ બ્રાન્ડ અંતર્ગત વિવિધ ઉત્પાદનોનું પ્રમોશન કરતી જોવા મળશે.

પોતાના કર્ણપ્રિય અવાજ અને ચમકદાર વાંકડિયા વાળ માટે જાણીતી પલક મૂછળ ભારતીય સંગીત ઉદ્યોગમાં પોતાના માટે આગવું સ્થાન ઊભું કર્યું છે. યુવા-કેન્દ્રિત આઇકોન અનેક એવોર્ડવિજેતા છે અને વિવિધ ઉપલબ્ધિઓ ધરાવે છે તથા તેની સોશિયલ મીડિયા ચેનલ્સ પર બહોળો ચાહકવર્ગ ધરાવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કોન્સર્ટના ભાગ તરીકે પલક વંચિતો માટે ચેરિટેબલ સંસ્થા ચલાવે છે.

આ પ્રસંગે ફિક્સ માય કર્લ્સના સ્થાપક અંશિતા મેહરોત્રાએ કહ્યું હતું કેઃ “મને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પલકને બોર્ડ પર લેવાની અતિ ખુશી છે. મને તેની પ્રામાણિકતા અને કર્લી વાળને સ્વીકારવાની આતુરતા પસંદ છે. જ્યારે હું મોટો થયો હતો, ત્યારે મીડિયામાં કર્લી હેર ધરાવતા લોકોનાં પ્રતિનિધિત્વની બિલકુલ ઊણપ હતી, ખાસ કરીને ભારતમાં.

દુનિયામાં 60 ટકાથી વધારે લોકો કર્લી કે વેવી હેર ધરાવે છે છતાં આ સેગમેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરે એવા ઉત્પાદનોની હંમેશા ઊણપ છે. ફિક્સ માય કર્લ્સ સાથે હું સર્વસમાવેશક બ્રાન્ડ ઊભી કરવા તથા સ્વાભાવિક વાળને સ્વીકારવા તથા તેમના વાળ કેટલાં સુંદર છે એ માટે તૈયાર મહિલાઓ અને પુરુષોને ટેકો આપવા માંગું છું.

અમને ખાતરી છે કે, પલક સાથે અમારું જોડાણ બ્રાન્ડ સાથે વધારે લોકોને જોડવામાં મદદ કરશે અને ખરાં હૃદયથી તેમના સ્વાભાવિક કર્લી હેરને અપનાવશે.”

ફિક્સ માય કર્લ્સ સાથે આ જોડાણ પર પલક મૂછળે કહ્યું હતું કેઃ “આ જોડાણ મને પસંદ છે. કર્લી વાળને ઓછા કરવા સુંદરતાના ચોક્કસ ધારાધોરણને જાળવવાનો અતિ પરંપરાગત અને સંકુચિત પ્રયાસ છે.

સુંદરતાની પરિભાષા એક નિશ્ચિત માળખું ધરાવે છે એવી ધારણા વ્યક્તિના આત્મગૌરવ માટે નુકસાનકારક છે તથા એનો સંપૂર્ણપણે ત્યાગ કરવો જોઈએ. તમામ સ્વરૂપોમાં સુંદરતા અપનાવવા હું કટિબદ્ધ છું અને ખાસ કરીને મને મારાં કર્લી હેર પર ગૌરવ છે. હું મારી સોશિયલ મીડિયા પોસ્ટની ચાહક છું અને એના પર ગર્વ છે.

હું જે પ્રોડક્ટનો ઉપયોગ કરું છું એના પ્રત્યે સભાન વ્યક્તિ તરીકે ફિક્સ માય કર્લ્સ ટોક્સિન-ફ્રી કર્લ્સ સ્ટાઇલનો અભિગમ મારા વિચાર સાથે સુસંગત છે. પ્રોડક્ટ્સ મારા કર્લ્સને પરિભાષિત કરવામાં મદદરૂપ થશે. મારી અંદર રહેલી નાની છોકરી મીડિયામાં કર્લી હેરના ઝીરો રિપ્રેઝન્ટેશન સાથે હું મોટી થઈ છું અને હું આ રોમાંચક સફરને આગળ વધારવા આતુર છું.”

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.