Western Times News

Gujarati News

NASAએ શોઘી લીઘી Alienની ૫૦૦૦ જુદી જુદી દુનિયા

નવી દિલ્હી, માનવીઓ એલિયન્સ વિશે ઘણું જાણવા અને સમજવા માંગે છે. ક્યારેક તમારા મનમાં આ વિચાર આવ્યો જ હશે કે આખરે એલિયન્સની કેટલી દુનિયા હોઈ શકે? તે કયા ગ્રહો પર હશે? તો તેનો જવાબ અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ શોધી કાઢ્યો છે.

નાસા જે ઘણા વર્ષોથી આ શોધમાં છે, તેમણે હવે પુષ્ટિ કરી છે કે સૂર્યમંડળ સિવાય, અવકાશમાં આવા ૫૦૦૦ વિશ્વ છે જેના વિશે આપણે જાણતા પણ નથી. નાસાએ ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટની મદદથી આ શોધી કાઢ્યું છે. આ બધા ગ્રહો અથવા વિશ્વો આપણા સૌરમંડળ અથવા આકાશગંગાની બહાર અસ્તિત્વ ધરાવે છે, તેથી જ તેમને એક્સોપ્લેનેટ કહેવામાં આવે છે.

આ બધા TESS ની મદદથી મળી આવ્યા હોવાથી તેને ટેસ ઓબ્જેક્ટ્‌સ ઓફ ઈન્ટરેસ્ટ કહેવામાં આવે છે. સૌરમંડળમાં કુલ ૬૫ ગ્રહો જાેવામાં આવ્યા છે, જેને નાસા એક્સોપ્લેનેટ આર્કાઇવમાં રાખવામાં આવ્યા છે. તે કોસ્મિક સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે.

તેમાંનો દરેક એક્સોપ્લેનેટ પોતાનામાં એક વિશ્વ છે. એક્સોપ્લેનેટ આર્કાઇવ સાયન્સના વડા જેસી ક્રિશ્ચિયનસેને કહ્યું કે આ ખૂબ જ રોમાંચક છે અને અમે આ બધા વિશે જાણવા માંગીએ છીએ. આ પહેલા પણ નાસાને ૯૦ના દાયકામાં એક્સોપ્લેનેટ મળી ચૂક્યા છે.

અવકાશ ક્ષેત્રે આ એક મોટી સિદ્ધિ ગણી શકાય જેના પણ હજુ પણ સંશોઘનો ચાલુ છે. નાસાએ કહ્યું કે વર્ષ ૨૦૧૯માં ૪૦૦૦ એક્સોપ્લેનેટ મળી આવ્યા હતા અને હવે આ સંખ્યા ૫૦૦૦ પર પહોંચી ગઈ છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો એવી દુનિયામાં જાણવા માગે છે કે તે જીવવા યોગ્ય છે કે નહીં.

તાજેતરમાં, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા આ ગ્રહો વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. આ પહેલા સ્પિટ્‌ઝર સ્પેસ ટેલિસ્કોપ, કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ અને ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્વારા હજારો નવી દુનિયાની શોધ કરવામાં આવી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.