Western Times News

Gujarati News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે

ચંડીગઢ, ભગવંત માન પંજાબના સીએમ બન્યા બાદથી એક્શનમાં છે. ભગવંત માને પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. પીએમ મોદીના કાર્યાલયથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવંત માનને ગુરુવારે અપોઈન્ટમેન્ટ આપવામાં આવી છે. આ બેઠકમાં ભગવંત માન પંજાબના મુદ્દા ઉઠાવી શકે છે.

આ પહેલા ભગવંત માને ટ્‌વીટ કરીને જાણકારી આપી હતી કે તેમણે પીએમ મોદીને મળવા માટે સમય માંગ્યો છે. ભગવંત માનને પહેલા જ પીએમ મોદી સીએમ બનવા પર અભિનંદન પાઠવી ચૂક્યા છે. પીએમ મોદીએ ભગવંત માનને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર પંજાબના વિકાસ માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં ભાખરા બિયાસ મેનેજમેન્ટ બોર્ડના નિયમોમાં ફેરફાર કર્યો હતો. પંજાબમાં આ ફેરફારોનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પંજાબના લોકોનું કહેવું છે કે બીબીએમબીમાં કરાયેલા ફેરફારોને કારણે પંજાબના હાથમાંથી નિમણૂકનો અધિકાર છીનવાઈ ગયો છે. ભગવંત માન પીએમ મોદી સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવી શકે છે.

પંજાબને મોંઘા દરે કોલસો મળે છે અને તેની અછત પણ ઘણી વધારે છે. ભગવંત માન પીએમ મોદી સામે પણ આ મુદ્દો મૂકી શકે છે. આ ઉપરાંત આવતા મહિનાથી ઘઉંની ખરીદી પણ શરૂ થવા જઈ રહી છે. ભગવંત માન મોદી પાસે એમએસપી વધારવાની પણ માંગ કરી શકે છે.

આપને જણાવી દઈએ કે ભગવંત માને ૧૬ માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા. ભગવંત માન તરફથી સીએમ બન્યા બાદ ઘણા મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. આજે ભગતસિંહના શહીદ દિવસ નિમિત્તે ભગવંત માન રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઈન પણ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.